જિયાના અંતિમ સંસ્કાર પર મહેશ ભટ્ટે માતા રાબિયાને આપી હતી ચેતવણી, કહ્યું હતું- ચૂપ રહો નહિતર તને..

મનોરંજન
  • બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતને બે મહિના થઈ ગયા છે, પરંતુ તેમના મૃત્યુની વિગતો હજી ઉકેલાય નથી. આ કેસનો મુદ્દો નેપોટિજમ, કાળા જાદુથી લઈને રાજકારણ સુધી પહોંચ્યો છે. સુશાંત વિશે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ સત્ય હજી બહાર આવ્યું નથી. દરરોજ, કોઈ ને કોઈ સ્ટાર્સ નવા ખુલાસાઓ કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા ખાને ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેની સાથે તે ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે.પોતાની પોસ્ટમાં જિયા ખાનની માતા રાબિયાએ સુશાંતના મૃત્યુને હત્યા ગણાવ્યું છે અને સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ સાથે ફરી એકવાર મહેશ ભટ્ટનું નામ પણ સામે આવ્યું છે.

  • મહેશ ભટ્ટે રાબિયા ખાનને આપી હતી ધમકી
  • એક ચેનલ સાથે વાત કરતાં રાબિયા ખાને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. જિયાની માતાએ કહ્યું, ‘જિયાના અંતિમ સંસ્કાર દરમિયાન મહેશ ભટ્ટે મને ચૂપ રહેવાનું કહ્યું હતુ. હું તે પહેલી વ્યક્તિ હતી જેણે સુશાંતના મૃત્યુની વાત સાંભળીને તેને હત્યા ગણાવી હતી. તેમણે કહ્યું કે સુશાંત અને જીયાના મૃત્યુમાં એ સમાનતા છે કે બંનેના પાર્ટનરે તેમને પ્રેમની જાળમાં ફસાવી દીધા હતા. ‘

  • અભિનેત્રીની માતાએ કહ્યું કે, ‘મહેશ ભટ્ટ જિયાના અંતિમ સંસ્કાર પર પહોંચ્યા હતા. તેઓએ મને કહ્યું કે તે (જિયા) ખૂબ જ તણાવમાં હતી. મેં તેમની વાતને નકારી અને કહ્યું કે તે ડિપ્રેશનમાં ન હતી. આ વિશે મહેશ ભટ્ટે મને જવાબ આપ્યો કે, ‘તુ ચૂપ થઈ જા નહીં તો તને પણ સુવડાવી દઈશુ’. કોઈના અંતિમ સંસ્કારમાં આવી વાત કોણ કરે છે. ત્યાં આસપાસ જે લોકો હતા મહેશ ભટ્ટને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.
  • જિયાએ પણ સુશાંતની જેમ લગાવી હતી ફાંસી

  • તમને જણાવી દઈએ કે જીયા ખાને પણ તેના ફ્લેટમાં ફાંસી લગાવી હતી અને આ કેસમાં સૂરજ પંચોલી સામે ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા. જિયાની માતા રાબિયા ખાને તે સમયે પણ સૂરજ પંચોલીને તેની પુત્રીના મોત માટે જવાબદાર જણાવ્યો હતો. રાબિયાએ કહ્યું, “પોલીસ અધિકારીએ મને કહ્યું હતુ કે અમે સૂરજ પંચોલીને સજા આપવા માંગીએ છીએ”. મેં કહ્યું હતુ કે તેના બેકગ્રાઉંડ ને જોવો, તે મારી પુત્રીને મારતો હતો.
  • રાબિયાએ કહ્યું કે, “મેં નાર્કો ટેસ્ટની માંગ કરી છે, પરંતુ તેણે ના પાડી.”પોલીસ પર મૂવી માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું. બોલિવૂડના સુપરસ્ટારે કહ્યું કે સૂરજ પર સવાલ ન કરો. તેને એકલો છોડી દો, અમે તેને શરૂ કરી રહ્યા છીએ.જણાવી દઈએ કે સૂરજ પંચોલીનું નામ માત્ર જિયા ખાન સાથે જ નહીં, સુશાંત કેસમાં પણ જોડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા એવું કહેવાતું હતું કે સુશાંત અને સૂરજ વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ સલમાન ખાને સુશાંતને ઠપકો આપ્યો હતો.
  • ઘણા સ્ટાર્સ પર લગાવવામાં આવી રહ્યા છે આરોપ

  • જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી બોલિવૂડના ઘણા પ્રખ્યાત લોકો પર ઘણા આરોપ લગાડવામાં આવી રહ્યા છે. જેમાં કરણ જોહર, મહેશ ભટ્ટ, આદિત્ય ચોપરા, આલિયા ભટ્ટ, સલમાન ખાનના નામ શામેલ છે. બોલિવૂડના અન્ય સ્ટાર્સે તેમના પર આરોપ લગાવતા તેને મૂવી માફિયા જણાવ્યા છે.
  • એક્ટ્રેસ કંગના રનૌતે મહેશ ભટ્ટ અને કરણ જોહર પર આરોપ લગાવી ને કહ્યું હતુ કે આ લોકોએ મળીને સુશાંતની કારકિર્દીને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સુશાંત ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો. ત્યાર પછીથી જ બોલિવૂડમાં આક્ષેપોનો ગાળો યથાવત છે. તે જ સમયે, તમામ દાવાઓ અને આક્ષેપો વચ્ચે, આ કેસ હવે સીબીઆઈના હાથમાં આવી ગયો છે. પરિવારની સાથે ચાહકોને પણ આશા છે કે ટૂંક સમયમાં સુશાંત કેસનુ સત્ય બહાર આવશે અને પરિવારને ન્યાય મળશે.

Leave a Reply

Your email address will not be published.