જાણો શરીરના ક્યા ભાગો પરના તલ આપે છે ધનવાન બનવાના સંકેત…

Uncategorized
  • દરેકના શરીર પર તલ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે શરીરના જુદા જુદા ભાગો પર રહેલા તલના અર્થ જુદા જુદા હોય છે. શરીરના કેટલાક ભાગો પરના તલ ખૂબ જ શુભ છે. શરીર પર હાજર કેટલાક તલ તમારી સંપત્તિ અને પ્રગતિ મળવાના નિશાન છે. જાણો કે કયા અંગો પરના તલથી મળે છે ધનવાન બનવાના સંકેત.

  • જે લોકોની જમણી બાજુ નાક પર તલ હોય છે, તે ધનપ્રાપ્તિના સંકેતો ધરાવે છે.

  • પીઠ પર તલવાળા લોકો પોતાના જીવનમાં ઘણી બધી કમાણી કરે છે અને ખર્ચ પણ કરે છે.

  • જે લોકોના પેટ પર તલ હોય છે તેઓ ખોરાકના શોખીન હોય છે. આ સાથે, તેમનું જીવન ભવ્ય છે. નાણાકીય સ્થિતિ સારી રહે. જે લોકોની નાભિ પાસે તલ હોય છે તે લોકો પણ ધનવાન હોય છે.
  • હાથની આંગળીઓ પર જુદી-જુદી જગ્યાએ તલ હોવાનો અર્થ અલગ-અલગ છે, જે લોકોની ટચલી આંગળી (હાથની સૌથી નાની આંગળી) પર તલ હોય છે. તેઓને પૈસાની કમી નથી હોતી. આવા લોકો પાસે પુષ્કળ સંપત્તિ હોય છે.
  • જે લોકોને અનામિકા આંગળીની વચ્ચે તલ હોય છે, તેઓ જીવનમાં પૈસા અને પ્રસિદ્ધિ બંનેમાં ભાગ્યશાળી હોય છે.
  • પરંતુ જે લોકોની તર્જની આંગળી પર તલ હોય છે, આવા લોકો સમૃદ્ધ હોય છે પરંતુ દુશ્મનોને કારણે, તેઓ સતત મુશ્કેલીમાં રહે છે.

  • વ્યકતિની ડાઢી પર તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ડાઢી પર તલવાળા લોકો ક્યારેય આર્થિક સમસ્યાઓથી પીડાતા નથી.તેમની પાસે ધનની આવક બની રહે છે, કોઈને-કોઈ રીતે તેમની પાસે પૈસા આવતા રહે છે

 

  • બંને ભમર વચ્ચે તલ કોઈ વ્યક્તિના શાંત પ્રેમને બતાવે છે, આવા લોકોનુ વૈવાહિક જીવન સુખી રહે છે, પરંતુ લગ્ન પછી તેના ધનવાન બનવાના સંકેતો છે, તેઓ આર્થિક રીતે મજબૂત હોય છે.

Leave a Reply

Your email address will not be published.