જાણો તે મહિલા વિશે જેણે આઝાદીના 40 વર્ષ પહેલા જ વિદેશમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો…

समाचार
  • 15 ઓગસ્ટ, 1947 ના રોજ આપણા દેશને બ્રિટીશ શાસનથી આઝાદી મળી હતી. આ દિવસ દરેક ભારતીય માટે મહત્વપૂર્ણ છે. આ વર્ષે, આપણો દેશ 74 મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના પ્રધાન મંત્રી લાલ કિલ્લામાં ધ્વજવંદન કરે છે. પરંતુ આજે અમે તમને એક એવી ભારતીય મહિલા વિશે જણાવીશું જેણે આઝાદીના 40 વર્ષ પહેલાં વિદેશમાં ભારતનો ધ્વજ લહેરાવીને બ્રિટિશરોને સખત પડકાર આપ્યો હતો.આ ધ્વજ 22 ઓગસ્ટ 1907 માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં સાતમી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં લહેરાવવામાં આવ્યો હતો. જો કે, તે સમયે ત્રિરંગો ધ્વજ તેવો ન હતો જેવો આજે છે.

  • ખરેખર, આપણે જે સ્ત્રીની વાત કરી રહ્યા છીએ તે ભીખાઈજી કામા છે. તે ભારતીય મૂળની પારસી નાગરિક હતી જેણે લંડનથી જર્મની અને અમેરિકા સુધીનો પ્રવાસ કરીને  ભારતની સ્વતંત્રતાની તરફેણમાં વાતાવરણ બનાવ્યું હતું. ભીખાઈજી દ્વારા પેરિસથી પ્રકાશિત ‘વંદે માતરમ’ પત્ર પ્રવાસી ભારતિયોમાં લોકપ્રિય થયું.

  • ભીખાઈજી કમાએ જે ધ્વજ જર્મનીમાં લહેરાવ્યો હતો, તેમાં દેશના વિવિધ ધર્મોની લાગણી અને સંસ્કૃતિનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ ધ્વજમાં ઇસ્લામ, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ દર્શાવવા માટે લીલા, પીળા અને લાલ રંગનો ઉપયોગ કર્યો હતો. વળી, તેની મધ્યમાં દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખેલું હતું.

  • ભીખાઈજી કામાએ આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસના ભાષણમાં કહ્યું હતું કે ‘ભારતમાં બ્રિટીશ શાસન ચાલુ રાખવું એ માનવતાના નામે કલંક છે.એક મહાન દેશ ભારતના હિતોને તેનાથી ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને ભારતને ગુલામીમાંથી મુક્ત કરવામાં સહકાર આપવા અપીલ કરી અને ભારતીયોને હાકલ કરી, “આગળ વધો, આપણે હિન્દુસ્તાની છીએ અને હિન્દુસ્તાન હિન્દુસ્તાની નું જ છે”.

  • ભીખાઈજી કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861 ના રોજ બોમ્બે (મુંબઇ) માં થયો હતો.તેમની અંદર લોકોને મદદ અને સેવા કરવાની ભાવના હતી. 1896 માં, મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યા પછી, ભીખાઈજીએ તેના દર્દીઓની સેવા કરી હતી. જોકે, પછીથી તે પોતે જ આ રોગનો શિકાર બન્યા હતા, પરંતુ સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગયા હતા. આઝાદીના ઘણા વર્ષો પહેલા, 13 ઓગસ્ટ 1936 માં, 74 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

80 thoughts on “જાણો તે મહિલા વિશે જેણે આઝાદીના 40 વર્ષ પહેલા જ વિદેશમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો…

  1. You could definitely see your skills within the work you write.The arena hopes for even more passionate writers such as you who are not afraid to say how they believe.All the time follow your heart.

  2. plaquenil chloroquine plaquenil and peripheral visual field defects what can i take for lupus if i am allergic to plaquenil

Leave a Reply

Your email address will not be published.