જાણો કેવી રીતે અને કોણે કર્યું કૃષ્ણ અને બલરામનું નામકરણ..

Uncategorized
  • ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મધ્યરાત્રિના સમયે રોહિણી નક્ષત્રમાં થયો હતો. તે દરેકને ખબર છે કે કૃષ્ણજીએ માતા દેવકીના ગર્ભથી જન્મ લીધો હતો, ત્યારબાદ તેમના પિતા વાસુદેવ તેમને નણદાબાબા પાસે છોડી ગયા હતા.ત્યાર બાદ તેનો ઉછેર યશોદા માએ કર્યો હતો પરંતુ તમે જાણો છો કે કૃષ્ણજીનું નામકરણ કેવી રીતે અને કોણે કર્યું હતુ.

  • ઋષિ ગર્ગ યદુવંશના કુલપતિ હતા, એક દિવસ તેઓ ગોકુળમાં પધાર્યા. નંદબાબા અને યશોદાજીએ તેમનો આદરપૂર્વક આવકાર કર્યો અને વાસુદેવ દેવકીના હાલ-ચાલ પૂછ્યા.ત્યાર પછી જ્યારે તેમણે ગર્ગાચાર્યને ગોકુળમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તે નજીકના ગામમાં એક બાળકનું નામકરણ કરવા આવ્યા છે. રસ્તામાં,તમારૂ ઘર આવ્યું ત્યારે, મેં વિચાર્યું કે તમને પણ મળી લવ.જ્યારે નંદબાબા અને યશોદાજીએ સાંભળ્યું, ત્યારે તેઓએ ઋષિ ગર્ગને કહ્યું કે અમારી ઘરે પણ બે બાળકોએ જન્મ લીધો છે, કૃપા કરીને તેમનું પણ નામકરણ કરી આપો.
  • પરંતુ ગર્ગાચાર્યએ ઇનકાર કરી દીધો તેમને કહ્યું કે જો કંસને આ વિશે જાણ થઈ જાય તો તે મને જીવિત રહેવા દેશે નહીં. આ અંગે નંદબાબાએ કહ્યું કે તમે શાંતિથી ગૌશાળામાં તેનું નામકરણ કરી આપો અમે આ વાતનો ઉલ્લેખ કોઈને કરીશું નહીં.
  • જ્યારે માતાઓએ લીધી ઋષિગર્ગની પરીક્ષા

  • જ્યારે રોહિણીજીને ખબર પડી કે યદુવંશના કુલપતિ આવ્યા છે, ત્યારે તે ભાવનાત્મક થઈને તેમના ગુણોના વખાણ કરવા લાગ્યા. ત્યારે યશોદાએ કહ્યું કે જો ગર્ગાચાર્ય આવા મહાન પૂજારી છે તો આપણે આપણા પુત્રોને બદલાવી લઈએ, તમે મારા લલ્લાને લઈને જાઓ અને હું તમારા પુત્રને લઈ આવું છું.જોઈએ કે કુલપુરોહિત આ જાણી શકે છે કે નહીં .. આ રીતે, માતાઓ ગર્ગ ઋષિની પરીક્ષા લેવા લાગી.
  • જ્યારે ગર્ગાચાર્યએ બંને બાળકોને ઓળખીને કર્યું નામકરણ

  • બંને માતાઓ બાળકોને લઈને ગર્ગાચાર્ય પાસે ગયા. પરંતુ ગર્ગાચાર્ય યશોદાના હાથમાં બાળકને જોતાં જ તે ઓળખી ગયા અને કહ્યું તે રોહિણીનો પુત્ર છે. આને આ બાળકનું નામ રૌહણેય હશે,અને આ બાળક તેના ગુણોથી દરેકને આનંદિત કરશે,તો એક નામ રામ હશે અને તે ખૂબ શક્તિશાળી હશે, તેના બળ સમાન બીજું કંઈ હશે નહીં, જેના કારણે તેનું નામ બલ પણ હશે, આ રીતે તેનું સૌથી વધુ જાણીતું નામ બલરામ રહેશે.કોઈમાં કોઈ ભેદ ન કરવાના કારણે, તે દરેકને તેની તરફ આકર્ષિત કરશે, તેથી તેનું એક નામ સંકર્ષણ હશે
  • જ્યારે કૃષ્ણજીને જોઈને ઋષીગર્ગે ગુમાવી દીધી પોતાની ભાન

  • જ્યારે ઋષિ ગર્ગે રોહિણીના ખોળામાં બાળકને જોયું, ત્યારે તે બાળકની સુંદર છબી જોઈને તેમાં ખોવાઈ ગયા અને પોતાની ભાન ભૂલી ગયા.ઋષિ ગર્ગ એક જ જગ્યાએ ઉભા રહીને કંઈ બોલ્યા વગર તે બાળકને એક નજરે જોઈ રહ્યા. પછી ગભરાઈને યશોદા અને નંદબાબાએ પૂછ્યું આચાર્ય શું થયું?ત્યાર પછી ગર્ગાચાર્ય ને પોતાની ભાન આવી.
  • જ્યારે કૃષ્ણજીએ બતાવી પોતાની બાળલીલા

  • જ્યાર ગાર્ગાચાર્ય એમ કહેવાના હતા કે નંદ તમારું બાળક કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ તે એક સાક્ષાત …આમ કહેતા જ્યારે ગાર્ગાચાર્યએ પોતાની આંગળી કૃષ્ણજી તરફ રાખી,ત્યારે નાના નંદલાલે પોતાની લીલા બતાવીને ગર્ગાચાર્યને આંખોમાં ધમકી આપી કે બાબા મારૂ રહસ્ય નહિ ખોલતા. કારણ કે જો કોઈ મારું રહસ્ય જાણશે, તો લોકો માને પૂજવા લાગશે.અહીં પૂજા કરાવવા અથવા કેદ થવા નથી આવ્યો હું અહીં માખણ મિશ્રી ખાવા આવ્યો છું,માતાના પ્રેમનો અનુભવ કરવા ઇચ્છુ છું. જો તમે મારું રહસ્ય બધા સામે ખોલી દીધું.તો બધા મને પૂજવા લાગશે અને હું માતાના પ્રેમથી વંચિત રહીશ.પરંતુ ઋષિ ગર્ગ પોતાને રોકી શક્યા નહીં.જેવા તે ફરીથી બોલવા માટે તૈયાર થયા,ત્યારે કાન્હાએ ફરીથી બાબાને ધમકી આપી,બાબા માની જાઓ નહિતર તમારી જીભ અહીં રોકાઈ જાશે અને આંગળી પણ સ્થિર રહી જશે.આંખોમાં કૃષ્ણજી તેમની લીલા બતાવતા હતા. પરંતુ નંદ અને યશોદાને આ વિશે કોઈ જાણ નહોતી.
  • આ રીતે થયું કૃષ્ણનું નામકરણ

  • ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું કે તમારા પુત્રને ઘણા નામોથી ઓળખાશે. તે જેવા કર્મ કરતો જાશે તે મુજબ, તેના નવા નામ બનતા જાશે. ગર્ગાચાર્યએ કહ્યું કે તે ઘણા રંગોમાં આ પહેલા જન્મ લઈ ચુક્યો છે, પરંતુ આ વખતે તે કાળા રંગમાં આવ્યો છે, તેથી તેનું નામ કૃષ્ણ હશે, પરંતુ માતા યશોદાને આ નામ બિલકુલ ગમ્યું નહીં..તેમણે કહ્યું કે આ કેવું નામ રાખ્યું છે તમે, એક સરળ અને સહેલું નામ આપો,ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું કે તમે તેને કન્હૈયા, કાન્હા, કિશન અથવા કિસના કહીને બોલાવજો.આ સાંભળીને માતા યશોદાના ચહેરા પર સ્મિત આવી ગયું. માતા યશોદા હંમેશાં કૃષ્ણજીને લલ્લા અથવા કન્હા કહીને બોલાવતી હતી.

Leave a Reply

Your email address will not be published.