શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી 12 ઓગસ્ટે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર આવે છે. આ તહેવાર સંપૂર્ણ ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કૃષ્ણ ભક્તો આ દિવસે વ્રત રાખે છે. ભક્તો તેમના દેવતાની જન્મજયંતિ નિમિત્તે તેમના આગમન માટે સંપૂર્ણ આદરપૂર્વક તૈયારી કરે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ મેળવવા માટે, ભક્તોએ થોડુંક કામ જરૂર કરવું જોઈએ. આ કાર્યો નીચે મુજબ છે
ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા તેમના માથા પર મોરપંખ ધારણ કરે છે. મોરપંખ તેમના માથાની સુંદરતા વધારે છે, તે પણ તેમના શણગારમાં શામેલ છે. તેથી, ભગવાન શ્રીકૃષ્ણને મોરપંખ ખૂબ જ પ્રિય છે જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણને મોરપંખ જરૂર અર્પણ કરો.
કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ છે.તેમની વાંસળીની ધૂન સાંભળવા માટે ગોપીઓ બધા કામ છોડીને દોડી આવે છે. કૃષ્ણજીનું ચિત્ર પણ વાંસળી વિના અધૂરું રહે છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરવી જોઈએ. અને પૂજા કર્યા પછી તમારા પર્સ અથવા પૈસા રાખવાની જગ્યાએ આ વાંસળી રાખો.
કૃષ્ણજીને ગ્વાલા પણ કહેવામાં આવે છે, જ્યારે બાળપણમાં, કૃષ્ણજીએ ગાય અને વાછરડાને ચરાવતી વખતે ઘણી લીલાઓ કરી હતી. જન્માષ્ટમીના દિવસે ઘરે ગાય અને વાછરડાની નાની મૂર્તિ લાવો.તેનાથી તમારા પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને બાળકોને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગના પકવાન ચઢાવવા જોઈએ. ધાર્મિ માન્યતા મુજબ 56 ભોગથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પરીજાતનું ફૂલ ખૂબ જ પ્રિય છે અને કૃષ્ણજી વિષ્ણુનો અવતાર છે, તેથી જન્માષ્ટમીના દિવસે પૂજામાં પરીજાતના ફૂલોનો સમાવેશ જરૂર કરવો જોઇએ.
જન્માષ્ટમી પર કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે શંખમાં દૂધ લઈને ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનો અભિષેક કરો. વિષ્ણુજીને પણ શંખ પસંદ છે.