ગુમ થઈ સુશાંત સિંહ રાજપૂતના રૂમની ચાવી, પરિવારે લગાવ્યા આ ગંભીર આરોપ

બોલિવુડ
  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કેસનું રહસ્ય હલ થવાને બદલે, ઉલજાય રહ્યું છે. સીબીઆઈએ આ બાબતમાં રિયા ચક્રવર્તી, ઇન્દ્રજિત ચક્રવર્તી (રિયાના પિતા), સિદ્ધાર્થ પિઠાની, કૂક નીરજ સિંહ અને સ્ટાફ સભ્ય કેશવની પૂછપરછ કરી છે, પરંતુ હજી સુધી ડ્રગ એંગલ સિવાય કોઈ પણ નક્કર પુરાવા હાથ આવ્યા નથી.

  • દિશા સલિયાનના મૃત્યુ પછી, લોકો સુશાંતના મૃત્યુને દિશાના મૃત્યુ સાથે જોડીને જોવા લાગ્યા છે. દિશાનું નિધન સુશાંતના નિધનના બરાબર એક અઠવાડિયા પહેલા જ થયું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે દિશાના મોતની તપાસ પણ સીબીઆઈ કરી શકે છે. તે જ સમયે, હવે મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતે જ્યાં આત્મહત્યા કરી છે તે રૂમની ચાવી ખોવાઈ ગઈ છે.

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રૂમમાં સુશાંત મૃત હાલતમાં મળી આવ્યો હતો તે રૂમની ચાવી ખોવાઈ ગઈ છે. સુશાંતના પરિવારે રૂમની ચાવી વિશે ઘણા ખુલાસા કર્યો છે, તે ખરેખર આશ્ચર્યજનક છે. સીબીઆઈ અધિકારીઓને બહેનોએ કહ્યું છે કે સુશાંતે જે રૂમમાં આત્મહત્યા કરી હતી તે રૂમની ચાવી હજી સુધી તેમને સોંપવામાં આવી નથી. આવી સ્થિતિમાં હવે એ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ક્રાઈમ સીન સાથે ચેડા કરવામાં આવ્યા છે?

  • સુશાંતનો પરિવાર જાણવા માંગે છે કે સુશાંતના ગયા પછી તેના રૂમની ચાવી હજી સુધી તેમને કેમ આપવામાં આવી નથી. રૂમની ચાવી હંમેશા તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાની, કૂક નીરજ સિંહ અને સેમ્યુઅલ મિરાન્ડા પાસે રહેતી. અત્યારે તેમાંથી કોઈની પાસે ચાવી નથી, તેથી સુશાંતનો પરિવાર તે જાણવા માંગે છે કે ચાવી કોની પાસે છે.

  • આ વાત સામે આવતા જ સુશાંતના વકીલ વિકાસસિંહે પુરાવા  સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના અનુસાર પુરાવા હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સુશાંતના રૂમની ચાવી ગુમ થવી એ ગંભીર બાબત છે. સુશાંતે જે રૂમમાં આત્મહત્યા કરી હતી, તે રૂમમાં અત્યારે સુધી ઘણા લોકો ગયા હશે. પુરાવા હટાવવાનો પણ પ્રયાસ કર્યો હશે. પછી રૂમને ફરીથી બંધ કર્યો હશે.
  • નોંધપાત્ર વાત એ છે કે, 14 જૂને સુશાંતની આત્મહત્યાના દિવસે સિદ્ધાર્થ પીઠાનીએ લોક તોડનારને બોલાવ્યો હતો. સીબીઆઈએ તાળુ તોડવા માટે આવેલા વ્યક્તિની પણ પૂછપરછ કરી છે. તે જ સમયે, એવા સમચાર આવી રહ્યા છે કે સુશાંતના રૂમની ચાવી ગાયબ થઈ ગઈ છે. આ કેસની વાત કરીએ તો આજે સવારે એનસીબીએ રિયા ચક્રવર્તીના ઘરે દરોડો પાડ્યો છે. રિયા ઉપરાંત, એનસીબીએ સેમ્યુઅલ મીરાંડાના ઘરે પણ દરોડા પાડ્યા છે.

1 thought on “ગુમ થઈ સુશાંત સિંહ રાજપૂતના રૂમની ચાવી, પરિવારે લગાવ્યા આ ગંભીર આરોપ

Leave a Reply

Your email address will not be published.