ગુડ ન્યૂઝ: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો કેટલો થયો ભાવ

Uncategorized
  • એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં પીળી ધાતુની કિંમત ઓછી થવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું સસ્તુ થયું છે. આજે સોનાના ભાવ 614 રૂપિયા ઘટીને 52,314 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદીની વાત કરીએ તો તે રૂ. 1,799 ઘટીને 71,202 રૂપિયા પ્રતિ કિલો થયા છે.

  • આ સંદર્ભમાં, એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું હતું કે, “દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ રૂ.614 નીચે આવી ગયા છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 1,963 ડોલર પ્રતિ અંશ અને ચાંદીના ભાવ 27.87 ડોલર પ્રતિ અંશ હતા.
  • સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની છઠ્ઠી શ્રેણી
  • ભારતમાં સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત રોકાણ કરવાનો સમયગાળો 31 ઓગસ્ટ 2020 થી 4 સપ્ટેમ્બર 2020 સુધી છે. સરકારે આ યોજનામાં રોકાણ માટે પાંચ દિવસનો સમય આપ્યો છે. સરકાર દ્વારા ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની નાણાકીય વર્ષ 2020-21ની આ છઠ્ઠી શ્રેણી છે. યોજના અંતર્ગત તમે 5,117 રૂપિયા પ્રતિ ગ્રામ સોનું ખરીદી શકો છો.એટલે કે, જો તમે 10 ગ્રામ સોનું ખરીદો છો, તો તેની કિંમત 51,170 રૂપિયા છે અને જો ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઇન કરવામાં આવે છે, તો સરકાર આવા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ વધારાની છૂટ આપે છે.
  • મંગળવારે આટલા બદલ્યા ભાવ

  • મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ રૂ. 418 વધીને રૂ. 52,963 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા હતા અને જ્યારે ચાંદીની વાત કરીએ ત્યારે ભારે માંગને કારણે તે રૂ .2,246 વધીને રૂ. 72,793 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા. વૈશ્વિક બજારમાં સોનું 1,988 ડોલર પ્રતિ અંશ હતું અને ચાંદી નજીવા ઉછાળા સાથે 28.77 ડોલર પ્રતિ અંશ હતું. ગઈકાલે ડોલરમાં ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મોંઘું થયું હતુ.

Leave a Reply

Your email address will not be published.