ગણપતિના 32 સ્વરૂપ,આ સ્વરૂપ છે સૌથી વિશેષ,તે સ્વરૂપમાં જ છે  સુખ અને સમૃદ્ધિનો વાસ…

ધાર્મિક
 • શ્રી બાલ ગણપતિ – ભગવાન ગણેશનું આ સ્વરૂપ બાલ ગણપતિના રૂપમાં છે. ભગવાનના આ સ્વરૂપમાં, તેના છ હાથમાં વિવિધ ફળ છે અને તેનું શરીર લાલ રંગનું છે.ગણેશ ચતુર્થી પર બાલ ગણપતિના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
 • શ્રી તરુણ ગણપતિ – ભગવાન ગણેશનું આ સ્વરૂપ તેમની કિશોરાવસ્થા બતાવે છે.તેના આ સ્વરૂપમાં આઠ હાથ વાળુ લોહીના રંગ જેવું શરીર છે. તેમનું આ સ્વરૂપ યુવાનીમાં શક્તિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

 • શ્રી ભક્ત ગણપતિ – ગણપતિના આ સ્વરૂપમાં ગણેશના ચાર હાથ છે.તેના આ સ્વરૂપમાં તેનું શરીર સફેદ રંગનું છે.
 • શ્રી વીર ગણપતિ – ભગવાન ગણેશના આ સ્વરૂપમાં તે એક યોદ્ધાની જેમ છે. આ સ્વરૂપમાં તેના ઘણા હાથ છે જેમાં તે વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ છે. ભગવાન ગણેશના આ સ્વરૂપમાં, તેને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે.

 • શ્રી શક્તિ ગણપતિ – ગણેશજી આ સ્વરૂપમાં ચાર હાથ સાથે તેમનું સિંદૂર રંગનું શરીર છે. તેમનું આ સ્વરૂપ અભય મુદ્રામાં છે.
 • શ્રી દ્વીજ ગણપતિ -તેના આ સ્વરૂપમાં ચાર હાથ છે.આ બે ગુણોના પ્રતીક છે, પ્રથમ જ્ઞાન અને બીજું સંપત્તિ. સુખ અને સંપત્તિની ઇચ્છા માટે આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

 • શ્રી સિદ્ધિ ગણપતિ – તેમની મુદ્રા બુદ્ધિ અને સફળતાનું પ્રતીક છે. આમાં તેઓ આરામની મુદ્રામાં છે. ગણેશજીના આ સ્વરૂપમાં તેનો રંગ પીળો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરમાં તેમનું સ્વરૂપ સિદ્ધિ ગણપતિના સ્વરૂપમાં બિરાજમાન છે.
 • શ્રી વિઘ્ન ગણપતિ – ભગવાન ગણેશના આ સ્વરૂપમાં, તે દસ હાથ ધરાવનાર સુવર્ણ શરીરના રૂપમાં છે. તેમનું વિઘ્ન સ્વરૂપ તમામ પ્રકારના વિઘ્નને દૂર કરે છે. તેના હાથમાં શંખ અને ચક્ર છે.

 • શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ – ભગવાન ગણેશનું આ સ્વરૂપનું  મંદિરનું તામિલનાડુમાં છે.તેના આ સ્વરૂપમાં તેમનો રંગ વાદળી રંગનો છે. તે મુક્તિ અને ધન આપનારું સ્વરૂપ છે.
 • શ્રી હેરંબ ગણપતિ– ગણેશજી ના આ રૂપમાં તેના પાંચ મસ્તક  છે.તે નબળા અને અસહાયોના રક્ષકના પ્રતીક છે. આમાં તેઓ સિંહની સવારી કરે છે.

 • શ્રી ઉદ્ધ ગણપતિ – તેમાં ભગવાન ગણેશનું સ્વરૂપ સુવર્ણ રંગનું છે.
 • શ્રી ક્ષિપ્ર ગણપતિ – ભગવાન ગણેશના આ સ્વરૂપમાં, ભક્તોની ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે. તેના ચાર હાથમાંથી એકમાં કલ્પવૃક્ષની ડાળ છે અને સૂંઢમાં કળશ છે.

 • શ્રી લક્ષ્મી ગણપતિ – આઠ હાથ વાળા અને ગૌર રંગના શરીર સાથે આમાં ગણેશજી બુદ્ધિ અને સિદ્ધિથી બિરાજમાન છે. તેના એક હાથમાં એક પોપટ છે.
 •  શ્રી વિજય ગણપતિ -ભગવાન ગણેશનું આ સ્વરૂપ પૂણેના અષ્ટવિનાયક મંદિરમાં બિરાજમાન છે. ભગવાન ગણેશ અહીં મુશકની સવારી સાથે એક વિશાળરૂપમાં સ્થાપિત થયેલ છે.

 

 • શ્રી મહાગણાપતિ – ગણપતિના આ સ્વરૂપનું મંદિર દ્વારકામાં બનાવવામાં આવ્યું છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે ગણેશની પૂજા-અર્ચના કરી હતી. તેનું આ સ્વરૂપ લાલ રંગનું છે જેમાં તેના પિતા ભોલેનાથની જેમ તેની ત્રણ આંખો છે.
 • શ્રી નૃત્ત ગણપતિ – ગણેશજીના આ સ્વરૂપમાં, તેઓ કલ્પવૃક્ષ હેઠળ નૃત્ય કરતા હોવાની મુદ્રામાં છે.
 •  શ્રી એકાક્ષર ગણપતિ – ભગવાન ગણેશનું એકાક્ષર સ્વરૂપનું મંદિર કર્ણાટકના હમ્પીમાં છે.તેમાં ભગવાન ગણેશના કપાળ પર ચંદ્ર અને ત્રણ આંખો છે.

 • શ્રી હરિદ્રા ગણપતિ – છ હાથ વાળું પીળા રંગનું શરીર
 • શ્રી ત્રયૈક્ષ ગણપતિ – સોનેરી શરીરવાળા ભગવાન ગણેશ અને ત્રણ આંખો વાળા ચાર હાથ વાળા ગણપતિ.
 • શ્રી વર ગણપતિ – વરદાન આપવાની મુદ્રામાં ભગવાન ગણેશનું સ્વરૂપ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારુ છે.
 • શ્રી ત્ર્યક્ષર ગણપતિ – ભગવાન ગણેશના આ સ્વરૂપમાં ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સમાવેશ થાય છે.
 • શ્રી ક્ષિપ્ર પ્રસાદ ગણપતિ – આ સ્વરૂપમાં ભગવાન ગણેશ બધી જ ઇચ્છાઓ અને મનોકામનાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે.
 • શ્રી ઋણ મોચન ગણપતિ – ચાર હાથ વાળા લાલ વસ્ત્ર ધારણ કરનાર ભગવાન ગણેશ

 • શ્રી એકદંત ગણપતિ– ગણપતિના એકદંત સ્વરૂપમાં, તે બધા વિઘ્નને દૂર કરનાર છે.આમાં અન્ય ગણેશના સ્વરૂપ કરતાં પેટ ઘણું મોટું છે.
 • શ્રી સૃષ્ટિ ગણપતિ – આ સ્વરૂપમાં ગણેશજી એક મોટા મૂશક પર સવાર છે. તેઓ પ્રકૃતિની શક્તિઓને દર્શાવે છે.
 • શ્રી દ્વિમુખ ગણપતિ – પીળા રંગના ચાર હાથ વાળા અને  બે ચહેરા વાળા ભગવાન ગણેશનું સ્વરૂપ.
 • શ્રી ઉદંડ ગણપતિ – આ સ્વરૂપમાં ભગવાન ગણેશના 12 હાથ છે અને આ સ્વરૂપ ન્યાયનું પ્રતિક છે.

 • શ્રી દુર્ગા ગણપતિ – આમાં તેઓએ લાલ વસ્ત્ર ધારણ કર્યા છે. આ સ્વરૂપમાં ભગવાન ગણેશ અજેયની મુદ્રામાં બિરાજમાન  છે.
 • શ્રી ત્રિમુખ ગણપતિ – ભગવાન ગણેશના આ સ્વરૂપમાં ત્રણ ચહેરા અને છ હાથ છે.
 • શ્રી યોગ ગણપતિ – ભગવાન ગણેશ આમાં યોગને મુદ્રામાં બિરાજમાન છે અને વાદળી વસ્ત્રો પહેર્યા છે.
 • શ્રીસિંહ ગણપતિ– આમાં ભગવાન ગણેશ સિંહનો ચહેરો છે અને હાથીની સૂંઢ વાળા છે.
 • શ્રી સંકષ્ટ હરણ ગણપતિ – આ સ્વરૂપ સમસ્યાઓ દૂર કરનાર છે.

Leave a Reply

Your email address will not be published.