ગણપતિના દરેક અંગ, કાનથી માંડીને સૂંઢ સુધી આપે છે એક મહત્વની શીખ,જાણો તે શીખ વિશે વિગતે…

ધાર્મિક
  • જ્યારે પણ આપણે કોઈ પૂજા કે ધાર્મિક વિધિ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ ગૌરી નંદન ગણેશની પૂજા કરીએ છીએ. બધા દેવોમાં પહેલા ઉપાસક માનવામાં આવતા ગણેશનો અવતાર દિવસ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર માત્ર દેશમાં જ નહિં. પરંતુ તે વિશ્વભરના સનાતન ધર્મના લોકો દ્વારા ખૂબ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ચારે બાજુ ઉજવણી હોય છે, દરેકના મનમા એક જ ઇચ્છા હોય છે કે વિધ્નહર્તા અમારા પણ બગડેલા કામ સુધારો.જે પણ તેમને ભક્તિ-ભાવથી બોલાવે છે, ગણપતિ તેમની ઇચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ કરે છે. ખૂબ જ આકર્ષક લાગે તેવા ગણેશનું ભવ્ય અને દિવ્ય સ્વરૂપ શારીરિક બંધારણમાં પણ એક અનોખો અને ઉંડો અર્થ ધરાવે છે. શિવમાનસ પૂજામાં શ્રી ગણેશને પ્રણવ એટલે કે ૐ કહેવાયા છે આ એક અક્ષર શબ્દમાં, ઉપરનો ભાગ ગણેશનું કપાળ છે, નીચલો ભાગ પેટ છે, ચંદ્રબિંદુ લાડુ છે અને માત્રા સૂંઢ છે. તેમના ચાર હથિયારો ચારેય દિશાઓમાં સર્વવ્યાપકતાનું પ્રતીક છે. તેની નાની તીક્ષ્ણ આંખો સૂક્ષ્મ-તીક્ષ્ણ દૃષ્ટિનું સૂચક છે.
  • હંમેશા સાવચેત રહેવાના સંકેત આપે છે સૂંઢ

  • તમામ દેવી-દેવતાઓમાં ગણેશને ખૂબ બુદ્ધિશાળી માનવામાં આવે છે. ગજાનનજીની લાંબી સૂંઢ મહાન શાણપણનું પ્રતીક છે. લાંબી સૂંઢ તીવ્ર ઘ્રાણેન્દ્રિય શક્તિનું મહત્વ સાબિત કરે છે જેનો અર્થ એ છે કે સમજુ વ્યક્તિ પહેલેથી જ તેની આસપાસના વાતાવરણને સૂંઘી શકે છે. ગણેશની સૂંઢ હંમેશાં હલતી હોય છે – જેનો અર્થ એ છે કે વ્યક્તિએ હંમેશાં સજાગ રહેવું જોઈએ.શાસ્ત્રો અનુસાર સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેની ડાબી બાજુએ વળેલી સૂંઢની પૂજા કરવી જોઈએ અને જો કોઈ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો જમણી બાજુ  વળેલી સૂંઢની પૂજા કરવી જોઈએ.
  • મોટા પેટનો અર્થ છે

  • અંગ વિજ્ઞાન મુજબ, મોટું પેટ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ગણેશજીનું મોટું પેટ સુખી જીવન જીવવા માટે બધી સારી અને ખરાબ વાતો પચાવવાનો સંકેત આપે છે. તેનાથી આ પણ સંદેશ પણ મળે છે કે વ્યક્તિએ બધી વાત પોતાની અંદર રાખીને કોઈ પણ વાતનો નિર્ણય ખૂબ જ ડહાપણથી  લેવો જોઈએ અને મોટા પેટ સ્વરુપથી આપણે સ્વીકારવું જોઈએ કે બુદ્ધિ દ્વારા આપણે સમૃદ્ધિ મેળવી શકીએ છીએ અને સૌથી મોટી સમૃદ્ધિ સુખ છે.
  • મોટા કાન આપે છે બધાને સાંભળવાનો સંકેત

  • શ્રી ગણેશનું એક નામ ‘ગજકર્ણ’ પણ છે. અંગ વિજ્ઞાન મુજબ, લાંબા કાનવાળા વ્યક્તિ નસીબદાર હોય છે અને લાંબુ આયુષ્ય ધરાવે છે. ગણેશજીના કાન સૂપ જેવા છે અને સૂપનો સ્વભાવ એ છે કે તે સારી વસ્તુને ગ્રહણ કરીને કચરો ફેંકી દે છે. ગણેશના કાન આ સંદેશ આપે છે કે માણસે બધાનું  સાંભળવું જોઈએ, પરંતુ કોઈ પણ કાર્ય તેની બુદ્ધિ અને ડહાપણથી કરવું જોઈએ.
  • બ્રહ્મશક્તિનું પ્રતીક છે મોદક

  • ગણેશજી ને મોદક ખૂબ જ પ્રિય છે, તેના હાથમાં મોદક હોય છે, પરંતુ અમુક સમયે તેના સૂંઢના આગળના ભાગમાં મોદક જોવા મળે છે. મોદક મહાબુદ્ધિનું પ્રતીક કહેવાય છે. મોદક અમૃતમાંથી બનાવવામાં આવે છે, તે બ્રહ્મશક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે.મોદક બની ગયા પછી અંદરથી જોઇ શકાતું નથી તેની અંદર શું છે, તે જ રીતે સંપૂર્ણ બ્રહ્મ પણ માયાથી ઢંકાયેલ હોવાને કારણે તે આપણે જોઈ શકતા નથી.
  • આ ચંચળ મનને કાબૂમાં રાખે છે

  • ગણેશના હાથમાં અંકુશ છે. દરેક વ્યક્તિના જીવનમાં અકુશની જરૂર હોય છે. કાર્યમાં સફળતા અને જીવનમાં પ્રગતિ માટે તમારા ચંચળ મનને કાબૂમાં લેવાની ખૂબ જ જરૂર છે.
  • એકાદંતધારી ગણેશ

  • ગણેશજીને એક જ દાંત છે, બીજો દાંત ખંડિત છે.બાળપણમાં ભગવાન ગણેશની પરશુરામ સાથે લડત થઈ હતી. આ લડતમાં, પરશુરામે તેના ફર્સથી ભગવાન ગણેશના એક દાંત કાપ્યો હતો. ત્યારથી, ગણેશ એકદંત કહેવાયા,એક દાંત હોવા છતા પણ તે પૂર્ણ છે. ગણેશજીએ તેમના તૂટેલા દાંતને પેન બનાવ્યો અને તેનાથી આખું મહાભારત લખી નાખ્યું. ગણેશજી તેમના તૂટેલા દાંતથી આ શીખ આપે છે કે આપણી પાસે જે પણ સંસાધનો ઉપલબ્ધ છે તેની સાથે આપણે કાર્યક્ષમતાથી કામ કરવું જોઈએ.
  • વર મુદ્રામાં ગણેશજી

  • ગણપતિ હંમેશાં વરની મુદ્રામાં જોવા મળે છે. વર મુદ્રા સત્વગુણનું પ્રતીક છે.તેનાથી, તેઓ ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે અને તેમના અભય હાથથી સંપૂર્ણ ડરથી ભક્તોને સુરક્ષિત કરે છે. આ રીતે ગણેશનો ઉપાસક રજોગુણ, તમોગુણ અને સત્ગુણ આ ત્રણ ગુણોથી ઉપર ઉઠીને એક વિશેષ આનંદનો અનુભવ કરે છે.

Leave a Reply

Your email address will not be published.