ખોદકામ કરતા મળી એવી વસ્તુ કે રાતોરાત ચમકી મજદૂરની કિસ્મત..

Uncategorized
  • મધ્ય પ્રદેશનો પન્ના જિલ્લો સમગ્ર વિશ્વમાં કિંમતી હીરાની ખાણો માટે પ્રખ્યાત છે.પન્નાની ભૂમિ એવી છે કે એક જ જટકામાં લોકોને રંકથી રાજા બનાવી શકે છે. અહીંની, રત્નગર્ભ ધરતી સતત કિંમતી રત્નો આપી રહી છે. પન્ના જિલ્લાના જરુઆપુર ગામમાં એક મજૂરનું કિસ્મત તે સમયે ચમક્યું જ્યારે તેને ખાણમાં ખોદકામ દરમિયાન ત્રણ હીરા મળ્યા. આ હીરાની કિંમત લાખોમાં આંકવામાં આવી છે.

  • હકીકતમાં, ગુરુવારે,પન્ના જિલ્લાના જરુઆપુર છીછરી ખાણમાંથી મજૂર સુબલને એક સાથે ત્રણ હીરા મળ્યાં હતાં. આ હીરાનું અલગ-અલગ વજન 4.45, 2.16, 0.93 કેરેટ છે, જ્યારે કુલ વજન 7.59 કેરેટ છે. આ હીરા મણિ ગુણવત્તાના છે. સુબલને આ હીરા ત્યારે મળ્યા જ્યારે તે ખાણની માટીને પાણીથી સાફ કરી રહ્યો હતો.

  • સામાન્ય રીતે એક કેરેટ ડાયમંડની કિંમત 5 લાખ રૂપિયા હોય છે. આ આધારે સુબલને મળેલા હીરાની કિંમત 30 થી 35 લાખ રૂપિયાની વચ્ચે આંકવામાં આવી છે.આ હીરાને મજૂરે પોતાના સાથીદારો સાથે હીરાની ઑફિસમાં પહોંચાડી જમા કરાવ્યા છે.

  • પન્ના જિલ્લાના હીરા અધિકારી આર.કે. પાંડેના જણાવ્યા અનુસાર ગુરુવારે છીછરી હીરા ખાણના ખોદકામ દરમિયાન એક કામદારને સાડા સાત વજન કેરેટના ત્રણ હીરા મળી આવ્યા છે. નિયમો અનુસાર આ હીરાની હરાજી કરવામાં આવશે અને 12 ટકા ટેક્સ બાદ કરીને બાકીની 88 ટકા રકમ મજૂરોને આપવામાં આવશે.
  • આ હીરાની હરાજી હીરા ઑફિસ આગામી હરાજીમાં કરશે. બોલીમાં આ હીરા માટે, જે પણ ભાવ મળશે,તે રકમ પર 88 ટકા હક સુબલનો રહેશે. આટલા પૈસાથી સુબલનું ભાગ્ય ચોક્કસ બદલાશે અને તે સુખી જીવન જીવવા માટે સક્ષમ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published.