ખેડૂતની પુત્રીએ સેલ્ફ સ્ટડીના આધારે યુપીએસસીની પરીક્ષા કરી પાસ, જાણો તેની સફળતાની સ્ટોરી

Uncategorized
  • મહેનત અને હિંમતના આધારે દરેક સફળતા મળી શકે છે. તે જ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત થાય છે, જેના સ્વપ્નો ઉચ્ચ હોય છે. હંમેશાં જોવામાં આવે છે કે દરેક સફળતાની ઉંચાઈઓને સ્પર્શવા માંગે છે, પરંતુ સફળતા દરેકને મળતી નથી. જો વ્યક્તિને  પોતાના પર વિશ્વાસ હોય અને ધ્યાન લક્ષ્ય પર હોય, તો લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.આજે અમે તમને એક એવી પુત્રી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેણે સેલ્ફ સ્ટડીના આધારે સિવિલ સેવા પરીક્ષા(યુપીએસસી) માં 257 મો રેન્ક મેળવ્યો છે. આ છોકરીના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ, પરંતુ તને તેના લક્ષ્યને નબળું થવા દીધું નહીં.છેલ્લે,તેની મહેનતના આધારે યુપીએસસીની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ કરી.
  • જે છોકરી વિશે અમે તમને જણાવી રહ્યાં છે તે છે પ્રિયંકા દિવાન. તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની છે. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને પોતાના પરિવાર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.તમને જણાવી દઇએ કે પ્રિયંકા મધ્યમ વર્ગના પરિવારની છે. તેના પિતાનું નામ રામ દિવાન છે અને તે ગામમાં જ ખેતી કામ કરે છે. તેની માતા વિમલા દેવી ગૃહિણી છે.પ્રિયંકાની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તે ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે.પ્રિયંકા માટે દેશની સૌથી પ્રતિષ્ઠિત સેવાઓમાંથી એક, યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની મુસાફરી એટલી સરળ નહોતી. તેણે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈને આ સિદ્ધિ હાંસલ કરી છે.
  • ક્યારેય પિતા સાથે ખેતરમાં કરતી હતી કામ

  • તમને જણાવી દઇએ કે પ્રિયંકા દિવાન એ પ્રારંભિક અભ્યાસ ગામની શાળામાંથી જ પૂર્ણ કર્યો છે. જ્યારે તે શાળાએથી ઘરે પરત આવતી ત્યારે તે તેના પિતા સાથે તેના ખેતરમાં કામ કરતી હતી. તેને દસમા ધોરણમાં ખૂબ સારા માર્કસ આવ્યા હતા. ત્યારબાદ લોકોએ પ્રિયંકાના પિતાને કહ્યું કે તેમની પુત્રી ખૂબ હોંશિયાર છે અને તે તમારું નામ રોશન કરશે. તમે તેને એક સારી શાળામાં ભણવા માટે મોકલો. પ્રિયંકાના પિતા પણ શિક્ષણનું મહત્વ બરાબર સમજતા હતા.
  • ડીએમ એસએ મુરુગેશન દ્વારા મળી પ્રેરણા

  • પ્રિયંકાના પિતા પણ ઇચ્છતા હતા કે તેમની પુત્રી ભણી-ગણીને  આગળ વધે અને તેણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે પ્રિયંકા ડીગ્રી માટે ગોપેશ્વર ગઈ હતી, ત્યારે એક દિવસ ચમોલી જિલ્લાના ડીએમ એસએ મુરુગેશન તેની કોલેજમાં મહેમાન તરીકે આવ્યા હતા.ડીએમ એસએ મુરુગેશનના સ્વાગત માટે આખી કોલેજ ખૂબ જ શાનદાર રીતે શણગારવામાં આવી હતી. આ બધું જોઈને પ્રિયંકા ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. ડીએમ સાહેબના સ્વાગત માટે આખી કોલેજ ઉભી થઈ હતી.આ જોઈને તેણે નક્કી કર્યું કે તે યુપીએસસીની પરીક્ષા પાસ કરશે.
  • પ્રથમ પ્રયાસમાં પાસ કરી યુપીએસસી
  • જોકે પ્રિયંકા માટે પોતાનું સ્વપ્ન પૂરું કરવું એટલું સરળ નહોતું, પરંતુ તેની હિંમત મજબૂત હતી, જેના કારણે તેણીએ દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો. સૌથી મોટી ખાસ વાત એ છે કે પ્રથમ પ્રયાસમાં પ્રિયંકાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી  છે. તેણે સેલ્ફ સ્ટડીથી યુપીએસસીમાં 257 મો રેન્ક મેળવ્યો છે.  પુત્રીની આ સફળતા જોઈને તેમના પરિવારજનો ખૂબ ખુશ છે.

1 thought on “ખેડૂતની પુત્રીએ સેલ્ફ સ્ટડીના આધારે યુપીએસસીની પરીક્ષા કરી પાસ, જાણો તેની સફળતાની સ્ટોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *