ખૂબ જ ચાલાક નિકળી રિયા, સુશાંતની બહેનની એફડીમાંથી ગાયબ કર્યા આટલા પૈસા….

મનોરંજન
  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઇડી દ્વારા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તીની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આ બંને પાસેથી સુશાંતના પૈસાની માહિતી લેવામાં આવી હતી.આ બંને સિવાય ઇડી દ્વારા રિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પણ પૂછપરછ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછ દરમિયાન રિયાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા નથી.આ સિવાય એ પણ જાણવા મળ્યું છે કે રિયા અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે સુશાંત તરફથી પોતાની બહેન માટે કરેલી ફિક્સ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડ્યા હતા.
  • સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંતસિંહ રાજપૂતે તેની મોટી બહેનના નામે સાડા ચાર કરોડની ફિક્સ ડિપોઝિટ કરી હતી. પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને રિયાએ સાડા ચાર કરોડની ફિક્સ્ડ ડિપોઝિટમાંથી 2.5 કરોડ રૂપિયા કાઢી લીધાં અને સુશાંતની બહેનના નામે માત્ર બે કરોડની જ ફિક્સ ડિપોઝિટ બાકી રહી.

  • ઇડીએ રિયા ચક્રવર્તીની નાણાકીય હેરાફેરી અંગે પણ રિયાની પૂછપરછ કરી હતી. રિયાએ ઇડીની ટીમને કહ્યું કે સુશાંતના બેંક ખાતામાંથી કેટલીક રકમ કંપનીના ખાતા માટે ઉપાડી લેવામાં આવી હતી. આ રકમ લગભગ બે કરોડ 65 લાખ રૂપિયા હતી. જે સુશાંતની બહેનની સાડા ચાર કરોડ રૂપિયા વાળી એફડીમાંથી લેવામાં આવી હતી.

  • ન આપ્યો દરેક સવાલનો જવાબ
  • ઇડીને સુશાંતના કંપનીના એકાઉન્ટ્સ, બેંક એકાઉન્ટ્સ અને ડિપોઝિટના ગણિત માં અનેક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. જે અંગે ઇડીએ રિયાને સવાલ કર્યા. પરંતુ રિયાએ આ પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા નથી.

  • નોંધપાત્ર વાત એ છે કે સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર પર સુશાંતના નાણાંની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સુશાંતના પિતા કે.કે.સિંહે ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે મારા પુત્રના બેંક સ્ટેટમેંટથી ખબર પડી કે તેના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા અને છેલ્લા 1 વર્ષમાં ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. સુશાંતના પિતાના જણાવ્યા અનુસાર,આ નાણાં જ્યાં ટ્રાન્સફર થયાં હતાં ત્યાં સુશાંતને કંઈ લેવાદેવા નથી.સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર વિરુદ્ધ કેસ નોંધાવતા પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે મારા પુત્રના તમામ ખાતાની તપાસ કરવામાં આવે.
  • આ ફરિયાદ બાદ ઇડીએ પૈસાની લેવડદેવડનો મામલો પોતાના હાથમાં લઇ લીધો હતો અને સુશાંતના ખાતાઓની તપાસ કરી હતી.ત્યાર બાદ ઇડીએ રિયા અને તેના પરિવારજનોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સુશાંતના બેંક સ્ટેટમેંટથી ખબર પડી કે રિયા અને તેનો પરિવાર સુશાંતના ઘણા બધા પૈસા ખર્ચ કરી રહ્યા હતા. રિયા સુશાંતના પૈસાથી બધું લઈ રહી હતી. એટલું જ નહીં, રિયાના ભાઇના હોટલમાં રહેવાના પૈસા પણ સુશાંતના ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. જે 4 લાખથી વધુ હતા. આ ઉપરાંત પૂજા માટે રિયાએ સુશાંતના ખાતામાંથી લાખ રૂપિયા ઉપાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.