કોમેડિયન બલરાજ સાયલે ગર્લફ્રેંડ દીપ્તિ તુલી સાથે કર્યા લગ્ન, જુવો તસવીર

Uncategorized
  • વર્ષ 2020 ઘણા લોકો માટે ખૂબ ખરાબ રહ્યું છે,તો આ વર્ષે ઘણા સેલેબ્સના ઘરે ખુશીઓ આવી છે. જ્યારે આ વર્ષે ઘણા સ્ટાર્સ માતાપિતા બન્યા છે, તો ઘણા સ્ટાર્સ ઓછા લોકોમાં લગ્ન કરી ચૂક્યા છે. આ લિસ્ટમાં રિયાલિટી શો ખતરો કે ખિલાડી 10 ના કંટેસ્ટેંટ બલરાજ સાયલ પણ શામેલ છે. જણાવી દઇએ કે થોડા સમય પહેલા બલરાજની એક મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર સામે આવી હતી, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જણાવી દઈએ કે મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ બલરાજની પત્ની દીપ્તિ તુલી છે. ખરેખર, 7 ઓગસ્ટના રોજ બલરાજે તેની ગર્લફ્રેન્ડ દીપ્તિ તુલી સાથે જલંધર પંજાબમાં લગ્ન કર્યા હતા અને હવે તેમની તસવીરો સામે આવી છે.

  • આ રીતે થઈ હતી પ્રેમની શરૂઆત
  • એક ચેનલને ઇન્ટરવ્યુ આપતા બલરાજે તેની લવ સ્ટોરી અને લગ્ન વિશે જણાવ્યું હતું. બલરાજે કહ્યું કે, વર્ષ 2019 માં તેની મુલાકાત દીપ્તિ સાથે એક શોના શૂટિંગ દરમિયાન થઈ હતી. બલરાજ આ શો ને હોસ્ટ કરી રહ્યો હતો, ત્યારે દિપ્તી તેના મ્યુઝિક બેન્ડ સાથે પર્ફોર્મ કરી રહી હતી. આ શોના શૂટિંગ દરમિયાન બલરાજ દીપ્તિને પસંદ કરવા લાગ્યો, પરંતુ દીપ્તિ તરફથી તેને એવો કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. બલરાજને લાગ્યું કે આ એટ્રેક્શન એકતરફી છે, જોકે બંને વચ્ચે વાતો થતી રહી.

  • કોમેડિયન બલરાજે આગળ કહ્યું કે, તે દીપ્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ વધારે વાત થતી ન હતી. ત્યારપછી તે ખતરો કે ખિલાડી શોના શૂટિંગ માટે નીકળી ગયો. બલરાજ સતત દીપ્તિને મેસેજ કરતા પણ તેની તરફથી કોઈ ખાસ જવાબ મળતો ન હતો. આ પછી, જ્યારે તે તુર્કી અને ગ્રીસની ટ્રીપ પર ગયા ત્યારે દીપ્તિ સાથે તેની લાંબી વાતો થવા લાગી.આ પછી, બંનેની મુલાકાત થવા લાગી અને છેવટે બલરાજે તેને ગોવાના ગેટવે પર 26 જાન્યુઆરીએ લગ્ન માટે પ્રપોજ કર્યો. દીપ્તિ તે સમયે ચોંકી ગઈ હતી અને તેથી તેણે કોઈ જવાબ આપ્યો નહી.

  • કોરોના કાળમાં કર્યા લગ્ન
  • દીપ્તિ તરફથી હાં માં જવાબ આવ્યો નહીં, પરંતુ બલરાજે હાર માની નહીં. તેમને ફરી શો ઓફર થયો ‘મુજસે શાદી કરોગે’ અને આ શોમાં તેણે ભાગ લીધો. શોમાંથી પાછા ફર્યા પછી તેણે ફરી એકવાર દીપ્તિને લગ્ન માટે પ્રપોજ કર્યો. આ વખતે દીપ્તિ પોતાને રોકી શકી નહી અને તેણે હા પાડી. જો કે, જ્યારે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે લોકડાઉન થયું હતું. આ પછી, તેમના પરિવારો મળ્યા અને લગ્ન નક્કી કર્યા. જણાવી દઈએ કે દીપ્તિ જલંધરમાં બલરાજના ઘરથી માત્ર 15 મિનિટના અંતર પર રહેતી હતી. જણાવી દઈએ કે આ બંનેએ 7 ઓગસ્ટના રોજ હિન્દુ રીતી રિવાજ સાથે લગ્ન કર્યા હતા અને હવે લગ્નની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ચાહકો તેમના લગ્ન પર તેમને અભિનંદન આપી રહ્યા છે અને તેમની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.