કિરણ ખેરને ખૂબ જ પ્રેમ કરે છે અનુપમ ખેર,તેમની 35મી અનિવર્સરી પર તસવીર શેર કરીને કહ્યું…

Uncategorized
  • બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર આજે તેમની 35 મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, તેમણે તેમની પત્ની કિરણ ખેર સાથે એક જૂની બ્લેક એંડ વ્હાઈટ તસવીર શેર કરી છે. અભિનેતા દ્વારા શેર કરેલી આ તસવીરમાં જોઇ શકાય છે કે અનુપમ ખેર કિરણ ખેરને કપાળ પર પ્રેમથી કિસ કરી રહ્યા છે. તસવીર શેર કરીને અનુપમ ખેરે કિરણને તેમની 35 મી એનિવર્સરીના અભિનંદન આપ્યા છે અને સાથે જ કિરણ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે અનુપમ ખેરની આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
  • અનુપમ ખેરે 35મી એનિવર્સરી પર શેર કરી એક ખાસ તસવીર…

  • નોંધપાત્ર વાત એ છે કે અનુપમ ખેરએ આ ખાસ તસવીરની સાથે એક વિશેષ કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું છે કે પ્રિય કિરણ ખેર… 35મી એનિવર્સરી મુબારક. અમે બંને એકબીજાને છેલ્લા 45 વર્ષથી ઓળખીએ છીએ. આટલો લાંબો સમય આખી જીંદગી જેવો છે. અમે બંને એક સાથે મોટા થયા છીએ, પણ પોતાની જુદી જુદી શક્તિઓ સાથે. હવે તો આપણે બંને એક સાથે વધારે સમય પસાર કરી શકતા નથી, કારણ કે તમે એક સાંસદ છો અને ખૂબ વ્યસ્ત રહો છો અને હું એક એક્ટર હોવાને કારને ખૂબ વ્યસ્ત રહું છું. પરંતુ હું તમારી સાથે છું અને હંમેશા રહીશ.અનુપમે કિરણ માટે લખ્યું કે તમે ખૂબ મહાન છો, તમારા માટે ઘણો બધો પ્રેમ અને દુવાઓ. હેપી એનિવર્સરી.
  • આવી છે અનુપમ-કિરણની લવ સ્ટોરી છે…
  • જણાવી દઈએ કે અનુપમ ખેર અને કિરણ ખેરના લગ્ન વર્ષ 1985 માં થયા હતા. અનુપમ ખેર અને કિરણ ખેરની મુલાકાત પહેલીવાર એક થિયેટરમાં થઈ હતી જ્યાં બંને કામ કરતા હતા. આ સમય દરમિયાન, તે બંને મિત્રો બની ગયા અને આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ પછી, તે બંને એકબીજા સાથે દેખાવા લાગ્યા. તમને જણાવી દઈએ કે વર્ષ 1980 માં કિરણ ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ પહોંચી હતી.આ સમય દરમિયાન, તેને એક મોટા ઉદ્યોગપતિ ગૌતમ બેરી સાથે પ્રેમ થયો હતો,માત્ર પ્રેમ જ થયો ન હતો પરંતુ બંનેએ લગ્ન પણ કર્યા હતા. બંનેનો એક પુત્ર થયો, જેનું નામ છે સિકંદર. જોકે, ગૌતમ બેરી સાથે કિરણના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા.

  • તે જ સમયે, અનુપમ ખેરના પહેલા લગ્ન પણ મધુમલતી સાથે થયા હતા, પરંતુ તેમના સંબંધો સારા રહ્યા ન હતા. પરસ્પર ઝઘડાને કારણે અનુપમ અને મધુમલતીએ છૂટાછેડા લીધા હતા અને બંને અલગ થઈ ગયા. આ પછી, કિરણ અને અનુપમની મુલાકાત કોલકાતામાં નાદિરા બબ્બરના એક નાટક દરમિયાન થઈ હતી. નાટક પૂરું થયા પછી, બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો, બંનેને અહેસાસ થયો કે તેમની વચ્ચે કંઈક છે. આ પછી, જ્યારે બંને ફરીવાર  મળ્યા ત્યારે અનુપમે કિરણને પ્રપોઝ કર્યું હતું.કિરણે પણ આ પ્રપોઝનો સ્વીકાર્યો અને વર્ષ 1985 માં બંનેએ એક બીજા સાથે લગ્ન કરી લીધાં.કહેવામાં આવે છે કે કિરણ ખેર અને ગૌતમ બેરીનો પુત્ર સિકંદરને અનુપમે કાયદેસર રીતે તેમનો પુત્ર માન્યો અને તેને સરનેમ પણ આપી.

Leave a Reply

Your email address will not be published.