કાર્તિક આર્યન અને સારા અલી ખાનની મિત્રતામાં આવી દરાર,સામે આવ્યું આ કારણ..

બોલિવુડ
  • બોલિવૂડની સોશ્યલ મીડિયા ક્વીન તરીકે જાણીતી સારા અલી ખાન ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. તેના ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ તેણે તેના તેના પિતા સૈફ અલી ખાનની એક તસવીર ઇન્સ્ટા એકાઉન્ટ પર  શેર કરી હતી, જેમાં સૈફે એક ન્યૂ બોર્ન બેબીને હાથમાં લીધું હતું.તમને જણાવી દઈએ કે આ બાળક બીજુ કોઈ નહીં પણ સારા હતી. સારાએ શેર કરેલી આ તસવીર ઘણી વાયરલ થઈ હતી.આ દરમિયાન સારાને લગતા અન્ય એક સમાચાર આ દિવસોમાં અગ્નિની જેમ ફેલાઈ રહ્યા છે. ચાલો આપણે જાણીએ,શું છે આખો મામલો
  • નોંધપાત્ર વાત એ છે કે, સારા અલી ખાનના થોડા સારા મિત્રોમાંથી એક કાર્તિક આર્યન છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે સારા અને કાર્તિકની મિત્રતા તૂટી ગઈ છે. જી હા,સમાચાર મુજબ લાગી રહ્યું છે કે સારા અને કાર્તિકની મિત્રતા પૂરી થઈ ગઈ છે.જણાવી દઈએ કે સારા અને કાર્તિકની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેમની મિત્રતા તૂટવાના સમાચારથી ઘણા ચાહકોના દિલ તૂટી ગયા છે.

  • ખરેખર, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન અને સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક બીજાને અનફોલો કરી દીધા છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાને વર્ષ 2018 માં કરણ જોહરના પ્રખ્યાત શો કોફી વિથ કરણ દ્વારા ખુલાસો કર્યો હતો કે કાર્તિક આર્યન તેનો ક્રશ છે.સારાએ શો પર જણાવ્યું હતું કે તે પ્યાર કા પંચનામા એક્ટર સાથે કોફી ડેટ પર જવાનું પસંદ કરશે. એક્ટ્રેસના આ નિવેદને તે દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી.ત્યાર પછી, ચાહકો અને મીડિયાએ બંનેના નામ પણ જોડવાનું શરૂ કર્યું હતુ. જો કે, બંનેએ ક્યારેય રિલેશનશિપની વાતોને સ્વીકાઅરી નહિં.
  • લવ આજ કલ 2 માં સાથે આવ્યા સારા-કાર્તિક

  • સારા અલી ખાન અને કાર્તિક આર્યન તાજેતરમાં રિલીઝ થયેલી લવ આજ કલ 2 માં સાથે જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેની નિકટતા ખૂબ વધી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,તે બંને તે સમયે એક બીજાને ડેટ કરી રહ્યા હતા.બંનેના રિલેશનશિપના સમાચારને ત્યારે વધુ ધ્યાન મળ્યું જ્યારે સારાના જન્મદિવસ પર કાર્તિક તેમની સાથે બેંગકોંગ ગયો હતો.બાદમાં, કુલી નંબર 1 ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેએ થોડા દિવસો સાથે પસાર કર્યા હતા.આ જોડીને ચાહકો ઓન સ્ક્રીન ઉપરાંત ઓફ સ્ક્રીન પર પણ ખૂબ પસંદ કરે છે. જો કે, હવે બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે, જે એકદમ આશ્ચર્યજનક છે.
  • પ્રમોશન પહેલાં કાર્તિક-સારામાં આવ્યું અંતર

  • જો સમાચારની વાત માનીએ તો લવ આજ કલ – 2 ના પ્રમોશનના થોડા સમય પહેલા જ કાર્તિક અને સારા એક બીજાથી અલગ થવા લાગ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે બંને પોત-પોતાના કામમાં એટલા વ્યસ્ત હતા કે એક બીજાને સમય આપી શકતા ન હતા. એવું કહેવામાં આવે છે કે બંને તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જો કે, બંનેએ એકબીજાને શા માટે અનફોલો કર્યા છે અને શા માટે બંને વચ્ચેની મિત્રતામાં દરાર આવી છે? આ વિશે કોઈને ખબર નથી.

Leave a Reply

Your email address will not be published.