કાર્તિકે હાથ જોડીને પૂછ્યું, ‘પ્લીજ જણાવો કે રાસોડામાં કોણ હતું?’, ભૂમિએ આપ્યો એવો રમુજી જવાબ કે…

બોલિવુડ
  • સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં અવારનાવર કંઈક  વાયરલ થાય છે. આજકાલ સાથિયાની કોકિલાબેનની રેપ ‘રસોડે મેં કૌન થા’ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ પણ આ રેપને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ શેર કરતાં તેમણે લખ્યું, “ક્યા સે ક્યા હો ગયા દેખતે .. દેખતે ..” ખરેખર, આ વીડિયો સ્ટાર પ્લસની સીરિયલ સાથ નિભાના સાથીયાનો એક સીન છે, જેને એક વ્યક્તિ દ્વારા રેપમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.

  • આ વીડિયોમાં, કોકિલાબેનનો રોલ કરનાર રૂપલ પટેલ ગોપી બહુને પૂછે છે કે, રસોડામાં કોણ હતું અને કોણે ગેસ પર ખાલી કુકર ચઢાવ્યું. આ વીડિયો એટલો વાયરલ થઈ ગયો છે કે હવે બોલીવુડ સ્ટાર્સ પણ તેના પર ચુટકી લેવા લાગ્યા છે. દરેક વ્યક્તિ એક બીજાને પૂછે છે કે રાસોડામાં કોણ હતું અને તેના ઘણા મેમ્સ વાયરલ પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનનું નામ પણ જોડવામાં આવ્યું છે.
  • કાર્તિકે પૂછ્યો આ રમૂજી સવાલ
  • કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેના ફેન્સ સાથે ફની પોસ્ટ્સ શેર કરે છે. તાજેતરમાં કાર્તિકે એક રમુજી પોસ્ટ કરી હતી, જેમાં તે હાથ જોડીને લોકોને પૂછતા જોવા મળ્યા હતા કે ‘રસોડામાં કોણ હતું’ . કાર્તિકની આ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેઓ તેને રમુજી રિએક્શન પણ આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ કાર્તિકની આ પોસ્ટ પર કમેંટ કરી રહ્યા છે.

  • અભિનેતાની આ પોસ્ટ પર તેની સહ અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ ખૂબ રમૂજી કમેંટ લખી હતી. ભૂમીની આ કમેંટે દરેકનું ધ્યાન ખેંચ્યું. જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કાર્તિકે હાથ જોડીને પૂછ્યું, “પ્લીજ મને કહો, ‘રસોડામાં કોણ હતું?’ તેના જવાબમાં ભૂમિ જવાબ આપે છે, “શૂટિંગ કરતી વખતે તો રસોડામાં માત્ર હું જ હતી. # ટીબી # પતોપત્નિઔરવો ”. તમને જણાવી દઈએ કે, ભૂમિ પેડનેકર તાજેતરમાં કાર્તિક સાથે ફિલ્મ પતિ પત્નિ ઔર વોમાં જોવા મળી હતી. આમાં તેણે કાર્તિકની પત્નીની ભૂમિકા ભજવી હતી.
  • આ છે આગામી ફિલ્મ

  • કાર્તિકની આ પોસ્ટ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને ચાહકો તેના પર વિવિધ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે રસોડામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હતા, તો કોઈ સારા અલી ખાનનું નામ લઈ રહ્યું છે. આ સાથે જ કેટલાક ચાહકો એવા પણ છે જે કાર્તિકના લુકની પ્રશંસા કરી રહ્યા છે. વાત કરીએ કાર્તિકના વર્ક ફ્રન્ટની તો તે ટૂંક સમયમાં દોસ્તાના 2 અને ભુલ ભુલૈયા 2 માં જોવા મળશે.છેલ્લી વાર તે સારા અલી ખાન સાથેની ફિલ્મ લવ આજ કાલ 2 માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ફિલ્મના ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી હતા. તે જ સમયે, ભૂમિ છેલ્લે ભૂત ફિલ્મમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મમાં તેની ભૂમિકા થોડા સમય માટે જ હતી.

Leave a Reply

Your email address will not be published.