કરીના કપૂર સહિત આ અભિનેત્રીઓએ પ્રેગ્નેંસી દરમિયાનમ કર્યું શૂટીંગ,કામ પર ન પડવા દીધી કોઈ અસર

બોલિવુડ
  • કરીના કપૂરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ તેના ઘરે એક નાનો મહેમાન આવવા જઇ રહ્યો છે. પ્રેગ્નેંસી દરમિયાન પણ કરીના કામ કરી રહી છે. તેણે કોરોના મહામારીને કારણે ઘણાં શૂટીંગ ઘરેથી જ કર્યા. તાજેતરમાં જ તે સ્ટુડિયોની બહાર પણ જોવા મળી હતી, જ્યાં તે ફોટોશૂટ કરાવવા માટે પહોંચી હતી. આ પહેલા પણ જ્યારે તે તૈમૂર દરમિયાન પ્રેગ્નેંટ હતી ત્યારે તે વીરે દી વેડિંગનું શૂટિંગ કરી રહી હતી. કરીનાએ બેબી બમ્પ સાથે રેમ્પ વોક પણ કર્યું હતું.બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે કામ પર તેમના અંગત જીવનની કોઈ અસર થવા દીધી ન હતી. આજે અમે આવી અભિનેત્રીઓ વિશે જણાવીએ છીએ, જેમણે પ્રેગ્નેંસી દરમિયાન શૂટિંગ કર્યું હતું.

  • 2010 માં, જ્યારે કાજોલ બીજી વખત પ્રેગ્નેંટ થઈ ત્યારે તે કરણ જોહરની ફિલ્મ ‘વી આર ફેમિલી’નું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન, કાજોલે સાવચેતી તરીકે ફિલ્મના ગીત પર ડાંસ કરવાનો ઇનકાર કર્યો હતો. કરણ જોહરે ખાસ કરીને કાજોલ માટે કોરિયોગ્રાફર્સને એવા ડાન્સ સ્ટેપ્સ કરવા કહ્યું જે તેના માટે આરામદાયક હોય. ફિલ્મ રિલીજ થયાના ત્રણ દિવસ પછી 10 સપ્ટેમ્બરના રોજ કાજોલે યુગને જન્મ આપ્યો હતો.

  • જયા બચ્ચન ફિલ્મ ‘શોલે’ ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ હતી. 1974 માં જયાએ શ્વેતાને જન્મ આપ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન એવા ઘણા સીન હતા જ્યારે જયા બચ્ચનના બેબી બમ્પને છુપાવવા માટે કેમેરાને તેમનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

  • જુહી ચાવલાએ વર્ષ 2001 માં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. જુહી તે સમયે, બે ફિલ્મ એક રિશ્તા અને આમદની અઠ્ઠની ખર્ચા રુપયા કરી રહી હતી. 2003 માં જ્યારે જુહી બીજી વખત પ્રેગ્નેંટ થઈ ત્યારે તે ઝંકાર બીટ્સ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર એક પ્રેગ્નેંટ સ્ત્રીનું હતું.

  • વર્ષ 1997 માં આવેલી ફિલ્મ ‘જુદાઇ’ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગ્નેંટ હતી. તે સમયે તે તેની મોટી પુત્રી જાનવી કપૂરને જન્મ આપવા જઇ રહી હતી. શ્રીદેવીની ઇચ્છા હતી કે મેટરનિટી બ્રેક પહેલા શૂટિંગ પૂર્ણ કરે.
  • કોંકણા સેન શર્માએ વર્ષ 2010 માં, મિર્ચ અને રાઈટ યા રોંગ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તે વખતે તે પ્રેગ્નેંટ હતી. કોંકણાએ પોતાના આપેલા વચન મુજબ ફિલ્મના પ્રમોશનમાં પણ ભાગ લીધો હતો. 15 માર્ચ, 2011 ના રોજ, તેણે પુત્ર હરૂનને જન્મ આપ્યો.

Leave a Reply

Your email address will not be published.