કયા દિવસે ઉજવવામાં આવશે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો શુભ મુહૂર્ત..

Uncategorized
 • આ વખતે પણ કૃષ્ણ જન્માષ્ટમી બે દિવસ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આવી સ્થિતિમાં,આ વખતે તિથિ અને નક્ષત્ર એક સાથે મળતા નથી.
 • આ વખતે પણ કૃષ્ણ જન્માષ્ટમીની તિથિને લઈને મતભેદ છે. કેટલાક પંચાંગ 11 ઓગસ્ટ તો કેટલાક 12 ઓગસ્ટે જન્માષ્ટમી બતાવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં અષ્ટમી તિથિ પર રોહિણી નક્ષત્રમાં થયો હતો. વૈષ્ણવ ધર્મ અનુસાર, આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. મથુરા અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ 12 ઓગસ્ટે ઉજવાશે. શૈવ ધર્મ અનુસાર કાશી, ઉજ્જૈન અને જગન્નાથપુરીમાં કૃષ્ણ જન્માષ્ટમી 11 ઓગસ્ટના દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 • કૃષ્ણ જન્માષ્ટમી બે દિવસ શા માટે

 • આ વખતે પણ કૃષ્ણ જન્માષ્ટમી બે દિવસ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આવી સ્થિતિમાં,આ વખતે તિથિ અને નક્ષત્ર એક સાથે મળતા નથી. અષ્ટમી તિથિ, 11 ઓગસ્ટ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. જેમાં આ તિથિ આખો દિવસ અને રાત ચાલશે. આ કારણોસર, કેટલાક લોકો 11 ઓગસ્ટે તો  કેટલાક 12 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવશે.નક્ષત્ર અને અષ્ટમી તિથિ સાથે ન આવવાને કારણે આ વખતે પણ કૃષ્ણ જન્માષ્ટમી બે દિવસ ઉજવવામાં આવશે.
 • કૃષ્ણ જન્માષ્ટમી શુભ મુહૂર્ત
 • અષ્ટમી તિથિ પ્રારંભ – 11 ઓગસ્ટ સવારે 09:06AM થી
 • અષ્ટમી તિથિ સમાપ્ત – 12 ઓગસ્ટ 11:16AM સુધી
 • રોહિણી નક્ષત્ર પ્રારંભ – 13 ઓગસ્ટ 03:27AM થી
 • રોહિણી નક્ષત્ર સમાપ્ત – 14 ઓગસ્ટ 05:22AM સુધી
 • તિથિ અને નક્ષત્રના તફાવતથી વિવિધ તારીખો પર કૃષ્ણ જન્માષ્ટમી

 • માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભદ્રપદ મહિનાના કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં માનવામાં આવે છે. આ કારણોસર, જ્યારે પણ અષ્ટમી તિથિ અને રોહિણી એક સાથે આવે છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ, ગ્રહો-નક્ષત્રોની હિલચાલમાં પરિવર્તનને લીધે, ઘણી વખત અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર એક સાથે ન આવીને આગળ-પાછળ રહે છે.આવી સ્થિતિમાં કેટલાક સંપ્રદાયના લોકો તિથિ અનુસાર તો કેટલાક નક્ષત્ર અનુસાર કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે.
 • શ્રીકૃષ્ણને લગાવો મિશ્રીનો ભોગ
 • બાલ ગોપાલને કૃષ્ણ જન્માષ્ટમી પર માખણ અને મિશ્રીનો ભોગ લગાવવાનું ન ભૂલતા.ભોગમાં તુલસી પત્ર જરૂર રાખો. આ ભગવાન શ્રીકૃષ્ણને માખણ, મિશ્રી અને તુલસીનાં પાન ખૂબ જ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published.