એનસીબીની રિયાના ભાઈ શોવિકની ધરપકડ પર સુશાંતની બહેન શ્વેતાએ કહ્યું કે…

Uncategorized
  • અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એનસીબીની કાર્યવાહીની પ્રશંસા કરીને તેને એક તેજસ્વી શરૂઆત ગણાવી છે. એનસીબીએ શુક્રવારે અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીના ઘર સહિત  અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. આ પછી ડ્રગ્સના કેસમાં શોવિકની ધરપકડ પણ કરવામાં આવી હતી. સુશાંતના પરિવારજનોએ નોંધાવેલી એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી, શોવિક અને તેના માતા-પિતા પર અભિનેતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.એનસીબી, સીબીઆઈ અને ઇડી ની સાથે સુશાંતના મોતના કેસની તપાસ કરી રહી છે.

  • શ્વેતાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “ખૂબ સરસ કરી રહ્યું છે એનસીબી… ભગવાનનો આભાર. જબરદસ્ત શરૂઆત એનસીબી.” એનસીબીએ શુક્રવારે અહીં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં શોવિક ચક્રવર્તીનું ઘર અને દિવંગત અભિનેતાના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાનો સમાવેશ થાય છે. એનસીબી શોવિક અને મીરાંડાના ઘરોમાં બે કલાક સુધી તલાશી લીધા બાદ બંનેને પૂછપરછ માટે તેમની ઓફિસમાં લઈ ગયા હતા.આ સાથે શોવિક ચક્રવર્તીની ધરપકડ પછી શ્વેતા સિંહ કીર્તિએ ભગવાનનો આભાર પણ માન્યો છે.

  • એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે શોવિકના ઘરની તલાશી લેવામાં આવી હતી, પરંતુ તેમણે આ અંગે વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સુશાંત 14 જૂને મુંબઇના બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે મુંબઈ પોલીસે તારણ કાઢ્યું હતું કે તે આત્મહત્યાનો કેસ છે.ત્યાર પછી ઘણી વિરોધાભાસી થિયરીઓ બહાર આવી છે. હવે તેમાં ડ્રગ એંગલ પણ જોડાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *