એક ચકલીના કારણે 35 દિવસ સુધી અંધકારમાં હતું આ ગામ,ચોંકાવનારી છે સ્ટોરી જાણો વિગતે…

મનોરંજન
  • મનુષ્ય અને પશુ-પંખીઓ વચ્ચે હંમેશાં ઉંડો સંબંધ રહ્યો છે. પરંતુ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. શિવગંગા જિલ્લાના એક ગામમાં,લોકોને આશરે 35 દિવસ સુધી એક ચકલી અને તેના બાળકોને કારણે લોકો અંધકારમાં રહેવું પડ્યું. ગામના લોકોની આ ઉદારતાના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. પરંતુ ગામના લોકોએ આ ચકલીના કારણે આવું કેમ કર્યું તે જાણીને તમને આશ્ચર્ય થશે.

  • હકીકતમાં, જે સ્વીચબોર્ડથી ગામની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવતી હતી,ત્યાં એક ચકલીએ માળો બનાવ્યો અને તેમાં ઇંડા મુક્યા. જ્યારે ગામનો કોઈ વ્યક્તિ લાઇટ ચાલુ કરવા ગયો ત્યારે તેઓએ જોયું કે સ્વીચબોર્ડની ઉપરના માળામાં કેટલાક ઇંડા હતા. લોકોને ડર હતો કે જો લાઇટ ચાલુ કરવા માટે સ્વીચબોર્ડનો ઉપયોગ કરવામાં આવે તો આ ઇંડા ફુટી શકે છે.

  • શિવાગાંગા જિલ્લાના પોથાકૂડી ગામમાં કુલ 35 સ્ટ્રીટલાઇટ છે, જેનુ એક સામાન્ય સ્વીચબોર્ડ છે. આ સ્વીચ બોર્ડ, કરુપ્પુરાજા નામના વ્યક્તિના ઘરની બહાર લગાવવામાં આવ્યું છે. અંધારું થયા પછી, તે દરરોજ સાંજે આ સ્વીચબોર્ડ ચાલુ કરતો હતો, જેનાથી ગામની બધી લાઈટો ચાલુ થતી હતી. કરુપ્પુરાજાએ જોયું કે સ્વિચબોર્ડની અંદર માળો બનેલો છે અને તેમાં ત્રણ ઇંડા હતાં.

  • વોટ્સએપ ગ્રુપ પર શેર કરી ફોટો 
  • કરુપ્પુરાજાએ માળાનો ફોટો ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો છે. તેમણે ગ્રુપ દ્વારા સ્વીચબોર્ડની અંદરના માળા અને ઇંડા વિશે ગ્રામજનોને માહિતી આપી. આ પછી ગ્રામ પંચાયત પ્રમુખે નક્કી કર્યું કે જ્યાં સુધી ચકલીના બચ્ચા ઇંડામાંથી બહાર ન આવે અને મોટા ન  થાય ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવશે નહીં.

  • આવી સ્થિતિમાં પોથાકૂડી ગામે 35 દિવસથી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી ન તી. હવે પક્ષી અને તેના બાળકો સલામત છે પણ માળામાં પણ નથી.

Leave a Reply

Your email address will not be published.