એક્ટર નહીં પણ કંઈક બીજું બનવા ઇચ્છતા હતા સુનીલ શેટ્ટી,જાણો તેમના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો

Uncategorized
  • બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સુનીલ શેટ્ટીની છબી એક એક્શન હીરોના રૂપમાં છે. તે બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા માનવામાં આવે છે. તેણે ઘણી એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. સુનીલ શેટ્ટી દ્વારા ભજવવામાં આવેલા પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી બોલિવૂડમાં ‘અન્ના’ ના નામથી પણ પ્રખ્યાત છે. તેનો જન્મ 11 ઑગસ્ટ 1961 ના રોજ કર્ણાટકના મૈસુરમાં થયો હતો.તેણે પોતાની એક્ટિંગ અને ટેલેંટને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ બનાવ્યું છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સુનીલ શેટ્ટી એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ તેના નસીબ તેને એક્ટિંગની દુનિયામાં લઈ આવ્યા. આજે અમે તમને સુનીલ શેટ્ટીને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.

 

  • બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ “બલવાન (1992)” થી કરી હતી.આ ફિલ્મની અંદર સુનીલ શેટ્ટીના જબરદસ્ત દ્રશ્યોને જોઈને દર્શકો ઘણા પ્રભાવિત થયા હતા.આ ફિલ્મની અંદર તેની સાથે અભિનેત્રી દિવ્યા ભારતીએ કામ કર્યું છે. સમાચાર અનુસાર એવું કહેવાય રહ્યું છે અભિનેતા સુનીલ શેટ્ટી સાથે તે સમયે કોઈ પણ અભિનેત્રી કામ કરવા માટે સંમત ન હતી, કારણ કે તે ન્યૂકમર હતા.

  • ફિલ્મ બલવાનમાં ભલે સુલિન શેટ્ટીએ જબરદસ્ત એક્શન સીન કર્યા હતા,પરંતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. આ પછી તેણે ફિલ્મ “મોહરા (1994)” માં કામ કર્યુ હતું. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.આ ફિલ્મથી સુનીલ શેટ્ટીને વાસ્તવિક ઓળખ મળી અને તેની કારકીર્દિની  શરૂઆત અહીંથી થઈ.આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી સાથે અક્ષય કુમાર અને રવિના ટંડન જોવા મળ્યા હતા, ત્યારબાદ સુનીલ શેટ્ટીએ ફિલ્મ “ગોપી કિશન” માં ડબલ રોલ ભજવ્યો હતો.

  • ફિલ્મોમાં જોરદાર એક્શનને કારણે સુનિલ શેટ્ટીની છબિ એક એક્શન હીરો તરીકે બની ગઈ હતી, પરંતુ તેણે “હેરા ફેરી”, “યે તેરા ઘર મેરા ઘર”, “વેલકમ” અને “દે દના દન” જેવી ફિલ્મોથી લોકોનું ઘણું મનોરંજન કર્યું. વર્ષ 2001 માં, તેણે ફિલ્મ “ધડક” કરી હતી, જેમાં તેણે વિલનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
  • બોલિવૂડ ઇંડસ્ટ્રીની અંદર, તેમણે લાંબા સમય સુધી કામ કર્યું, પરંતુ ધીરે ધીરે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં તેની કારકિર્દી નબળી પડતી ગઈ. ઘણી ફિલ્મો ફ્લોપ થયા પછી તે ફિલ્મ જગતથી ઘણા દૂર ચાલ્યા ગયા.લાંબા સમયથી સુનીલ શેટ્ટી ફિલ્મોમાં જોવા મળ્યો નથી.

  • સુનીલ શેટ્ટીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેણે તેની પ્રેમિકા માના સાથે લગ્ન કર્યા છે. સુનીલ શેટ્ટી ઘણા લાંબા સમય સુધી માના સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. બાદમાં તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. 1991 માં સુનીલ શેટ્ટીએ તેની ગર્લફ્રેન્ડ માના સાથે સાત ફેરા લીધા અને એકબીજાના જીવનસાથી બની ગયા.

  • તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની પત્ની માના ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની ચલાવે છે. આ બંનેને બે બાળકો અથિયા શેટ્ટી અને અહાન શેટ્ટી છે. અથિયા શેટ્ટીએ પણ  કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. સુનીલ શેટ્ટી ફિલ્મ ઉપરાંત હોટલ ઉદ્યોગમાં પણ સારું નામ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published.