ઇટાલીની જેનેટી નામની ટ્રેન 106 મુસાફરોને લઇને જઈ રહી હતી,અચાનક થયું એવું કે જાણીને તમે પણ ચોંકી જશો

Uncategorized
  • ટ્રેન અને પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ઘણા રહસ્યમય કિસ્સાઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ,આ બધાથી ઉપર છે, ઇટાલીની આ ટ્રેન જે મુસાફરો સાથે ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના વર્ષ 1911 ની છે, જેમાં106 લોકોને લઈને જતી આ ટ્રેન ટનલમાં પ્રવેશતાની સાથે જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. આજ સુધી, આ ટ્રેન ક્યાં ગઈ તે જાણી શકાયું નથી.

  • ખરેખર, જેનેટી નામની એક ટ્રેન વર્ષ 1911 માં રોમન સ્ટેશનથી નીકળી હતી. આ ટ્રેન એક ટનલમાંથી પસાર થવાની હતી, પરંતુ ટ્રેન ટનલમાં પ્રવેશતાં જ અચાનક ગાયબ થઈ ગઈ. આ સમય દરમિયાન ટ્રેનની ખૂબ શોધખોળ કરવામાં આવી, પરંતુ તેની કંઈ ખબર પડી નહીં.

  • જો કે, ત્યાર પછી તે જ ટ્રેનમાં સવાર બે લોકો ટનલની બહાર મળ્યા હતા. તે સમય દરમિયાન, તેમણે એક આશ્ચર્યજનક ઘટના જણાવી કે બધા ચોંકી ગયા. તેમણે કહ્યું કે, ટ્રેન ટનલની નજીક પહોંચતા જ, તેમાંથી એક રહસ્યમય ધુમાડો નીકળી રહ્યો હતો. આ જોઈને તેઓ ખૂબ જ ગભરાઈ ગયા અને ટ્રેન પરથી કૂદી ગયા. આ પછી, ટ્રેન ટનલમાં પ્રવેશી અને તે ક્યારેય ફરી બહાર નીકળી નહીં.

  • આ રહસ્યમય ઘટના વિશે કહેવામાં આવે છે કે આ ટ્રેન તેના સમયથી 71 વર્ષ પાછળ એટલે કે ભૂતકાળમાં ચાલી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન વર્ષ 1840 માં મેક્સિકોમાં પહોંચી ગઈ હતી. આ કારણોસર, તેને ભૂતિયા ટ્રેન પણ કહેવામાં આવે છે.

  • મેક્સિકોના એક ડોક્ટરે દાવો કર્યો હતો કે તેણી જે હોસ્પિટલમાં કામ કરે છે તેમાં 104 લોકોને રહસ્યમયરૂપે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તે બધા ગાંડા થઈ ગયા હતા. જો કે, તે એટલું જરૂર કહી શક્યા કે તે અહીં ટ્રેન દ્વારા આવ્યા છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ સમયે આવી કોઈ ટ્રેન બનાવવામાં આવી ન હતી,જે રોમથી સીધી મેક્સિકો સુધી પહોંચે. આશ્ચર્યજનક બીજી એક બાબત એ હતી કે આ લોકોના મેક્સિકો આવવાના કોઈ રેકોર્ડ ન હતા.

  • આ વિચિત્ર ઘટના આજ સુધી સમગ્ર વિશ્વ માટે એક રહસ્ય બની ગઈ છે. જો કે, આનાથી પણ મોટું રહસ્ય એ છે કે ઇટાલી, રશિયા, જર્મની અને રોમાનિયાના ઘણા ભાગોમાં આ ટ્રેન જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે પણ લોકો ટ્રેનને જોવાનો ઉલ્લેખ કરતા હતા તે બરાબર તેવી જ હતી જે ટ્રેન વર્ષ 1911 માં ગાયબ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.