આ 6 અભિનેતાઓ સાથે રહ્યું બિપાશા બાસુનું અફેયર, લિસ્ટમાં છે દિગ્ગજ અભિનેતા શામેલ

બોલિવુડ
 • બોલિવૂડની સૌથી હોટેસ્ટ અને ફીટ અભિનેત્રીમાંથી એક બિપાસા બાસુ અને અભિનેતા કરણસિંહ ગ્રોવરના લગ્નને 4 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બંનેએ એપ્રિલ 2016 માં લગ્ન કર્યાં હતાં. જણાવી દઈએ કે વર્ષ 2015માં આવેલી ફિલ્મ અલોનમાં, બંનેએ સાથે કામ કર્યું હતું, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન, બંને એકબીજાની નજીક આવી ગયા હતા. લગભગ 1 વર્ષ સુધી એક બીજાને ડેટિંગ કર્યું અને પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે, કરણ સાથે લગ્ન કરતા પહેલા બિપાશા તેના પ્રેમ સંબંધોને લઈને ઘણી બધી હેડલાઇન્સમાં રહી છે.તો આજે અમે તમને અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ…
 • મિલિંદ સોમન

 • મિલિંદ સોમન બિપાશાના પહેલા બોયફ્રેન્ડ છે, અભિનેત્રીએ મિલિંદને તેના મોડેલિંગના દિવસોથી ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ખરેખર બિપાશા જ્યારે મોડેલિંગની દુનિયામાં આવી હતી  ત્યારે મિલિંદ સુપરમોડલ હતા. એક અસાઈનમેંટ દરમિયાન બંનેની મિત્રતા થઈ હતી, ત્યારપછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જો કે, તે બંનેનો ખૂબ જલ્દીથી બ્રેકઅપ થઈ ગયો હતો.
 • ડિનો મોરયા

 • બિપાશા અને ડિનો મોરયાના અફેરના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બંને પહેલી વખત ફિલ્મ રાજમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના બોલ્ડ સીન્સની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવી ગયા હતા. થોડા દિવસો એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ બ્રેકઅપ કર્યું હતું.
 • જ્હોન અબ્રાહમ

 • ડિનો સાથે બ્રેકઅપ થયા પછી બિપાશાના જીવનમાં જ્હોને પ્રવેશ કર્યો અને આ કપલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ કપલ કહેવાઈ. જણાવી દઈએ કે તે બંને લગભગ 9 વર્ષ સુધી  લિવ ઇન રિલેશનશિપમાં હતા. આ પછી, પરસ્પર તકરારને કારણે તે બંનેનો બ્રેકઅપ થયો. જોકે બંનેએ બ્રેકઅપ માટે કોઈ નક્કર કારણ આપ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે બિપાશા આ સંબંધને લગ્નમાં બદલવા માંગતી હતી. જ્યારે જ્હોન અબ્રાહમ આ કરવા ઇચ્છતો ન હતો.
 • રાણા દગ્ગુબતી

 • બાહુબલી ફિલ્મથી લાઇમલાઇટમાં આવેલા અભિનેતા રાણા દગ્ગુબતીએ પણ બિપાશા બાસુને ડેટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે બંનેએ 2011 માં રિલીઝ થયેલી ફિલ્મ દમ મારો દમમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગના સેટ પર જ બંનેને પ્રેમ થઈ ગયો હતો, જોકે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાણાએ બિપાશાને ચીટ કર્યું હતુ, તેથી તેમનું બ્રેકઅપ થયું.
 • સૈફ અલી ખાન

 • રાણા સાથે બ્રેકઅપ થયા પછી બિપાશાએ તેનું દિલ સેફ અલી ખાનને આપ્યું. બંનેએ ફિલ્મ રેસ -2માં સાથે કામ કર્યું હતું અને આ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. જો કે આ ફિલ્મના થોડા દિવસો પછી જ સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.
 • હરમન બવેજા

 • અભિનેતા હરમન ફિલ્મ ઢિશ્ક્યાઉં દરમિયાન બિપાસા બાસુને મળ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જણાવી દઈએ કે હરમન બિપાશાનો છઠ્ઠો બોયફ્રેન્ડ હતો, જોકે બંનેએ ખૂબ જલ્દીથી એકબીજાનો સાથ છોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *