આ વ્યક્તિએ ખરીદી વિશ્વની સૌથી મોંઘી કાર,કિંમત જાણીને હેરાન થઈ જશો તમે..

Uncategorized
  • ફૂટબોલના પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ વિશ્વની સૌથી મોંઘી કાર બુગાટી લા વાઓએવર ખરીદી છે.જે ક્લબ માટે રોનાલ્ડો ફૂટબોલ રમે છે તે ક્લબે તાજેતરમાં 36 મી સિરી એ ચેમ્પિયનશિપમાં જીત મેળવી છે. આ જીતની ખુશીમાં રોનાલ્ડોએ આ કાર ભેટ તરીકે ખરીદી છે. આ કારની કિંમત જાણીને તમે દંગ રહી જશો. રોનાલ્ડોએ આ કારને ખરીદવા માટે લગભગ 75 કરોડનો ખર્ચ કર્યો છે.

  • રોનાલ્ડોએ જે કાર ખરીદી છે,તેને બનાવનારી કંપનીએ માત્ર 10 આવી કાર બનાવી છે. બુગાટી લા વાઓએવર(સેન્ટોડિસી)ને ખરીદવા માટે તેણે 8.5 મિલિયન યુરો એટલે કે લગભગ 75 કરોડની કિંમત ચૂકવી હતી.

  • 35 વર્ષીય સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ તેની આ કારનો ફોટો ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. દુનિયાની સૌથી મોંઘી કારના માલિક રોનાલ્ડોના ગેરેજમાં આજના સમયમાં જેટલી કાર છે તેની કિંમતને જો જોડવામાં આવે તો તે 30 મિલિયન યુરો એટલે કે લગભગ 264 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

  • રોનાલ્ડોએ જે બુગાટી લા વાઓએવર કાર ખરીદી છે,તે 380 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કાર ફક્ત 2.4 સેકન્ડમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચે છે. જો કે, રોનાલ્ડોને આ કાર માટે 2021 સુધી રાહ જોવી પડશે. કારણ કે તેની ડિલિવરી આવતા વર્ષે મળશે.

  • તમને જણાવી દઈએ કે તાજેતરમાં, નાઇકી અને બુગાટીએ મળીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે એક ખાસ બૂટ રજૂ કર્યું છે. સ્પોર્ટસવેર બ્રાન્ડ નાઇકે, ઓટોમોબાઈલ બ્રાન્ડ સાથે મળીને, “નાઇક મર્ક્યુરિયલ સુપરફ્લરિ સીઆર 7 ડાઇસી” લોંચ કરી.
    જે સેન્ટોડિસી એટલે કે બુગાટી લા વાઓએવરથી પ્રેરિત છે.

Leave a Reply

Your email address will not be published.