આ વખતે ક્યારે ઉજવાશે ગણેશ ચતુર્થી?જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ…

ધાર્મિક
 • ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. તેઓ ભક્તોના જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર કરે છે. આ કારણોસર, તેમને વિઘ્નહર્તા ગણેશજી પણ કહેવામાં આવે છે.તેમની પૂજાનો સૌથી વિશેષ દિવસ ગણેશ ચતુર્થીને માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ઢોલ-નગારા સાથે લોકો ભગવાન ગણેશને તેમના ઘરે સ્થાપિત કરે છે.તમને જણાવી દઈએ કે આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 22 ઓગસ્ટ 2020 ના રોજ ઉજવવામાં આવશે.ભક્તો તેમના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરે છે.

 • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશને બુદ્ધિ,વિવેક,ધન-ધાન્ય, રિદ્ધિ સિદ્ધિના સ્વામી માનવામાં આવે છે. જો તેઓ કોઈ વ્યક્તિથી પ્રસન્ન થાય છે, તો તે વ્યક્તિના ઘરમાં વર્ષ દરમિયાન શુભ પ્રભાવ બની રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર ભારતના લોકો ખૂબ જ ધામ-ધૂમથી ઉજવે છે. આજે અમે તમને ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત, પૂજન વિધિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે નિયમ મુજબ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની પૂજા કરશો,તો તેના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.
 • ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત
 • ગણેશ ચતુર્થી આરંભ 21 ઓગસ્ટ 2020, 11:02 વાગ્યાથી ગણેશ ચતુર્થી સમાપ્તિ 22 ઓગસ્ટ, 2020 સાંજે 7:57 વાગ્યા સુધી
 • નોંધનીય બાબતો: ભગવાન ગણેશનો જન્મ દિવસે થયો હતો, તેથી તમારે દિવસ દરમિયાન ગણેશની પૂજા કરવી જોઈએ. ગણેશ ચતુર્થીના દિવસે સવારે 11:06 વાગ્યા થી બપોરે 01:42 વાગ્યા ની વચ્ચે ગણેશની પૂજા કરો. તમે આ વાતનું ધ્યાન રાખો કે સવારે ઓ9:24 થી 09:46 સુધી,ચંદ્રના દર્શન ન કરો.
 • જાણો ગણેશ ચતુર્થી પર કેવી રીતે પૂજા કરવી

 • જે લોકો ગણેશ ચતુર્થીના દિવસે તેમના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરવા માગે છે, તો તેઓએ સવારે પ્રાતઃકાળમાં બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું પડે છે અને સ્નાન કર્યા પછી ધૂમ-ધામ સાથે ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરે લાવીને સ્થાપિત કરવી, પરંતુ તમે ધ્યાનમાં રાખો કે આ દિવસે તમારે ચંદ્રના દર્શન કરવાથી બચવું પડશે.
 • તમે કોઈ ચોક પર એક આધાર મૂકો અને તેના પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
 • તમે એક કળશની અંદર સોપારી નાંખો અને તેને નવા કપડામાં બાંધીને તેને ગણેશની મૂર્તિની પાસે રાખો.
 • જ્યારે તમે ગણેશજીની મૂર્તિને તમારા ઘરે સ્થાપિત કરી લો, ત્યારબાદ, તમારા પૂરા પરિવાર સાથે તેમની પૂજા કરો. ભગવાન ગણેશની પૂજા દરમિયાન તમે સિંદૂર અને દુર્વા ચઢાવો.
 • જો તમે ગણેશ ચતુર્થીની પૂજામાં ભગવાન ગણેશના પ્રિય મોદકનો ભોગ લગાવો છો, તો તેનાથી તેના આશીર્વાદ મળશે. આ સિવાય, તમે લાડુનો ભોગ લગાવી શકો છો અને  પ્રસાદ આપી શકો છો.
 • તમારે ગણેશ ચતુર્થીના દિવસથી લઈને વિસર્જનના દિવસ સુધી સવારે અને સાંજે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
 • તમે ગણેશ ચતુર્થી પર પૂજા દરમિયાન કથા વાંચો અને સાંભળો.
 • તમે ગણેશ ચાલીસાના પાઠ કરવાનું ભૂલશો નહીં, તેમની આરતી પણ કરો.
 • ગણેશ ચતુર્થીનું મહત્વ

 • ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ, ભગવાન ગણેશ બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય  છે. જો તમે ગણેશ ચતુર્થી પર તમારા ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરો અને તેમની વિધિ-વિધાન પૂર્વક  પૂજા કરો, તો તમારા જીવનના બધા દુઃખ દૂર થઈ જશે. ગણેશજીને તમારા ઘરે લાવવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની અછત રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.