બોલીવુડના ખલનાયક એટલે કે સંજય દત્ત આ દિવસોમાં લંગ કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે.તેની આ બિમારી વિશે જાણ થતા જ ચાહકો તેમના ઝડપથી તંદુરસ્ત થવા માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ તો તેમના જલ્દી તંદુરસ્ત થવા માટે અખંડ જ્યોત જલાવી છે. તે જ સમયે, સંજુ બાબાના પરિવારજનો પણ તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એક તરફ સંજય દત્તની બીમારીના સમાચારો બહાર આવ્યા છે અને બીજી બાજુ તેની ઘણી ફિલ્મો ટૂંક સમયમાં લોકો સામે જાહેર થવા જઈ રહી છે.
તાજેતરમાં જ તેની ફિલ્મ ‘સડક -2’ રિલીઝ થવા જઈ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સંજય દત્ત પણ એક નેપો કિડ્સ રહી ચૂક્યો છે, પરંતુ તેના જોરદાર અભિનયથી તેણે હંમેશાં ચાહકોનું દિલ જીત્યું છે. સંજય દત્ત એટલો મહાન કલાકાર છે કે જો તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ન હોય તો પણ તે તેની એક્ટિંગથી દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે સંજય દત્તના તે 5 રોલ્સ જેમાં તેણે એક સાઇડ રોલ કરીને પણ લોકોના દિલ જીત્યા હતા.
ધમાલ
2007 માં રિલીઝ થયેલી ફિલ્મ ધમાલે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, અરશદ વારસી, આશિષ ચૌધરી અને જાવેદ જાફરી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મની સ્ટોરી મુખ્યત્વે આ ચાર અભિનેતાઓની આસપાસ રહી હતી, પરંતુ સંજય દત્ત જ્યારે પોલીસની ભૂમિકામાં દેખાય છે ત્યારે ફિલ્મની કોમેડી ડબલ થઈ જાય છે. આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર એકદમ રમુજી હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.
અગ્નિપથ
ઋતિક રોશનની સુપરહિટ ફિલ્મ પૈકીની એક અગ્નિપથ અમિતાભ બચ્ચનની જ આ નામની ફિલ્મની રીમેક હતી. આ ફિલ્મમાં ઋતિક અને પ્રિયંકા સિવાય ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. આમાં સંજય દત્તે કાંચા છાયાની નકારાત્મક ભૂમિકા ભજવી હતી. સંજય દત્તનો આ નકારાત્મક અવતાર ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો અને તેણે લોકપ્રિયતામાં તેણે ઋતિકને જબરદસ્ત ટક્કર આપી હતી.
ઝિલા ગાઝિયાબાદ
ઝિલા ગાઝિયાબાદ ફિલ્મનું નિર્દેશન આનંદકુમારે કર્યું હતું. આ ફિલ્મમાં અરશદ વારસી, વિવેક ઓબેરોય, રવિ કિશન જેવા કલાકારોએ શાનદાર કામ કર્યું હતું. જોકે આ ફિલ્મે કંઇ ખાસ ચાલી ન હતી, તેમ છતાં સંજય દત્તનું પાત્ર લોકોએ ઘણું પસંદ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્તે પોલીસની ભૂમિકા ભજવી હતી.
ઓલ ધ બેસ્ટ-ફન બિગિન્સ
સંજય દત્ત જેટલી સુંદર સીરીયસ ભૂમિકા ભજવે છે તેટલી જ સુંદર કોમેડી પણ કરે છે. વર્ષ 2009માં આવેલી રોહિત શેટ્ટીની ફિલ્મમાં અજય દેવગન, ફરદિન ખાન, બિપાશા બાસુ અને મુગ્ધા ગોડસે મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ સંજય દત્તે તેના સાઈડ રોલથી ખૂબ સારી પ્રસંશા લૂટી હતી. સંજય દત્તની એન્ટ્રી સાથે આ ફિલ્મ એકદમ દિલચસ્પ બની જાય છે અને લોકો તેનો વધુ આનંદ લે છે.
ઝહરીલે
આ ફિલ્મમાં સંજય દત્ત ફરી એક વખત નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યો હતો. વર્ષ 1990 માં આવેલી આ ફિલ્મમાં જીતેન્દ્રની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મમાં ચંકી પાંડેએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, જ્યારે સંજય દત્ત ફિલ્મમાં રાકાની ભૂમિકામાં સ્ક્રીન પર આવે છે ત્યારે પ્રસંશા લૂટી લે છે. આ ફિલ્મમાં સંજય દત્તનું નકારાત્મક પાત્ર રાકાને ખૂબ પસંદ આવ્યું હતું.
Another advantage of buying weed online is the privacy it provides. Not everyone feels comfortable going to a physical dispensary and being seen purchasing marijuana products. With online dispensaries, customers can place their orders discreetly, and have them delivered directly to their doorstep………
Another advantage of buying weed online is the privacy it provides. Not everyone feels comfortable going to a physical dispensary and being seen purchasing marijuana products. With online dispensaries, customers can place their orders discreetly, and have them delivered directly to their doorstep………