આ ટીવી અભિનેત્રીઓએ લગ્ન પછી બનાવી પોતાની કારકિર્દી, આજે કરે છે કરોડો ચાહકોના દિલ પર રાજ

Uncategorized
 • એવું માનવામાં આવે છે કે લગ્ન પછી અભિનેત્રીની કારકિર્દી લગભગ પુરી થઈ જાય છે, આ જ કારણ છે કે બોલિવૂડથી લઈને ટીવીની દુનિયા સુધીની અભિનેત્રીઓ જલ્દીથી લગ્ન કરવા ઇચ્છતિ નથી, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે કે જેમણે લગ્ન પછી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને ખૂબ જ સફળ પણ રહી. એટલું જ નહીં, આ અભિનેત્રીઓ અન્ય અભિનેત્રીઓ કરતા ઓછી નથી, તો ચાલો જાણીએ ટીવી દુનિયાની આવી પરિણીત અભિનેત્રીઓ વિશે કે જેમણે લગ્ન પછી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
 • શ્વેતા તિવારી

 • પ્રખ્યાત ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’માં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી શ્વેતા તિવારીએ ખૂબ જ નાની ઉંમરે લગ્ન કરી લીધાં હતાં. જણાવી દઈએ કે શ્વેતાએ વર્ષ 1998 માં એક્ટર રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને તેના 1 વર્ષ પછી જ શ્વેતાએ એકતા કપૂરના શો દ્વારા નાના પડદા પર પગ મૂક્યો હતો.શ્વેતા ખૂબ જ ટૂંક સમયમાં નાના પડદે સફળ થઈ ગઈ, પરંતુ તેની સફળતા રાજા ચૌધરીની નારાજગી બની, તેથી બંનેના છૂટાછેડા થઈ ગયા. રાજા સાથે છૂટાછેડા પછી તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ થોડા સમયથી અભિનવ અને શ્વેતા વચ્ચે અણબનાવના સમાચાર પણ  હેડલાઇન્સમાં છે. આટલું જ નહીં શ્વેતાની પુત્રી પલકે તેના સાવકા પિતા એટલે કે અભિનવ કોહલી પર ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
 • ઉર્વશી ઢોકલીયા

 • વિશ્વવિખ્યાત ટીવી અભિનેત્રી ઉર્વશીએ પણ 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને લગ્નના બે વર્ષ પછી જ તેણે બે જુડવા બાળકોને જન્મ આપ્યો. આ પછી, તેણીએ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને તે ખૂબ સફળ પણ રહી. જણાવી દઈએ કે ઉર્વશીએ કસોટી જિંદગી કી સીરીયલમાં કમોલિકાની ભૂમિકા ભજવી હતી, જેને ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે.
 • પરીધિ શર્મા

 • સીરીયલ ‘જગ જનની માં વૈષ્ણો દેવી’માં માતા રાનીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી પરિધિ શર્માએ વર્ષ 2009 માં અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા અને લગ્નના 1 વર્ષ પછી 2010 માં તેણે પોતાની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે તેનો પહેલો ટીવી શો ‘તેરે મેરે સપને’ હતો. આ સિરીયલની સફળતા પછી પરિધિએ જોધા અકબર, યે કહાં આ ગયે હમ અને પટિયાલા બેબ્સ જેવી ઘણી પ્રખ્યાત સિરિયલોમાં કામ કર્યું હતું.
 • શુભાંગી આત્રે

 • સિરીયલ ‘ભાભી જી ઘર પર હૈં’ માં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી શુભાંગી અત્રેએ પણ લગ્ન પછી તેની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે  શુભંગીને તેના પતિ ખૂબ સપોર્ટ કરતા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષમાં આ બંનેની વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. જણાવી દાઈએ કે બંને વચ્ચેના મતભેદોનું કારણ શુભંગી અત્રેનું પરિવારને સમય ન આપવો છે.
 • તનાઝ ઇરાની

 • સીરીયલ ‘કહાં હમ કહાં તુમ’ માં નિશી સિપ્પીની ભૂમિકા નિભાવનાર તનાઝ ઈરાની પણ ટીવી દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી છે. જણાવી દઈએ કે તનાઝ માત્ર ટીવી પર જ નહીં પરંતુ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે તનાઝ કહો ના પ્યાર હૈ, હદ કર દી આપને, 36 ચાઇના ટાઉન અને મે પ્રેમ કી દીવાની હૂ જેવી ફિલ્મનો ભાગ રહી છે. વિશેષ વાત એ છે કે તનાઝે લગ્ન પછી પોતાની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરી હતી. જણાવી દઇએ કે ખૂબ જ નાની ઉંમરે તનાઝ ઈરાનીના લગ્ન ફરીદ કુરમ નામના વ્યક્તિ સાથે થયા હતા. 20 વર્ષની ઉંમરે, તનાઝે તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો, જો કે ટૂંક સમયમાં જ ફરીદ સાથે તેના છૂટાછેડા થઈ ગયા. ત્યાર પછી તનાઝે વર્ષ 2007 માં બખ્તિયાર સાથે લગ્ન કર્યા.
 • ગૌતમી કપૂર

 • ટીવી એક્ટ્રેસ ગૌતમી કપૂરે વર્ષ 2003 માં સીરિયલ ઘર એક મંદિરના શૂટિંગ દરમિયાન રામ કપૂર સાથે ડેટિંગ શરૂ કરી હતી. જોકે તે સમયે ગૌતમી કપૂર મધુર શ્રોફ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી હતી, પરંતુ તેનું દિલ રામ કપૂર પર આવી ગયું હતું. તેથી ગૌતમીએ મધુરને છૂટાછેડા આપ્યા અને રામ સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે ગૌતમીની કારકિર્દી પણ લગ્ન પછી શરૂ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.