આ ઉપાયો કરવાથી પ્રસન્ન થશે વિઘ્નહર્તા,દૂર કરશે બધા વિઘ્ન..

Uncategorized
  • ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેઓ તેમના ભક્તોની બધી મુશ્કેલીઓ અને વિઘ્નને દૂર કરે છે. ગણેશજીને ગણોના સ્વામી હોવાને કારણે ગણપતિ પણ કહેવામાં આવે છે. બધા દેવતાઓમાં ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. તેથી કોઈપણ કાર્ય કરતા પહેલા ગણેશની પૂજા કરવામાં આવે છે.તેનાથી કોઈપણ કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે.
  • ગણેશને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે. જો કોઈ કાર્યમાં વિઘ્ન આવે છે તો ગણેશજીને પ્રસન્ન કરીને તે વિઘ્નમાંથી મુક્તિ મળી શકે છે. આ નાના નાના ઉપાય કરીને તમે ગણેશજીના આશીર્વાદ મેળવી શકો છો.

  • દુર્વા ઘાસ ગણેશજીને પ્રસન્ન કરવા માટે સૌથી સહેલો રસ્તો છે,દુર્વાથી ગણેશજીની પૂજા કરવી જોઈએ.ગણપતિ અથર્વશીર્ષમાં પણ દુર્વાથી ગણેશજીની પૂજા કરવાનુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.જે ભક્ત દુર્વાથી ગણેશની પૂજા કરે છે તેની પાસે ક્યારેય પૈસાની કમી નથી રહેતી. ભગવાન ગણેશને બુધવારે દુર્વા ઘાસની અગિયાર કે એકવીસ ગાંઠ અર્પણ કરવી જોઈએ.
  • ગણેશજીને ચઢાવવા માટે હંમેશા દુર્વાનો ટોચનો ભાગ લેવો જોઈએ. જેમાં ત્રણ પાંદડા હોય છે,તેવી દુર્વા શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેનાથી તમારા કામમાં આવતા વિઘ્ન દૂર થશે.

  • ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય છે. તેથી ગણેશને પ્રસન્ન કરવા માટે, મોદકનો ભોગ ચઢાવો. સાચા મનથી મોદકનો ભોગ લગાવવાથી બાપ્પા તેમના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અથર્વશીર્ષમાં કહેવામાં આવ્યું છે કે મોદકનો ભોગ લગાવનારનું ગણપતિજી મંગલ કરે છે.

  • ગણપતિજીની પૂજામાં ઘી અર્પણ કરવું જોઈએ, ઘીને પુષ્ટિવર્ધક માનવામાં આવે છે. ગણેશની પૂજામાં ઘી ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ગણેશજીને ઘી અર્પિત કરવાથી બુદ્ધિ તેજ બને છે. જેના દ્વારા વ્યક્તિ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે.

  • ગણેશને ચોખા પણ અર્પણ કરવામાં આવે છે. પરંતુ ગણેશને અર્પણ કરેલા ચોખા ટુકડા થયેલા હોવા જોઈએ નહીં. તેઓને આખા અર્પણ કરવા જોઈએ. પૂજામાં અર્પણ કરવામાં આવતા ચોખાને અક્ષત કહેવામાં આવે છે, કારણ કે પૂજામાં ઉપયોગમાં લેવાતા ચોખા ટુકડા થયેલા હોતા નથી. ગણેશજીને ચોખા અર્પણ કરતા પહેલા તેને ભીના કરવા જોઈએ. અક્ષત અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો અને ત્રણ વખત ગણેશને ચોખા ચઢાવો.તેનાથી તમને દુઃખથી છુટકારો મળશે.
  • ‘ઇદં અક્ષતમ ૐ ગં ગણપતે નમ:’

Leave a Reply

Your email address will not be published.