આ અનોખા અંદાજમાં રણવીરસિંહે વિરાટ અને અનુષ્કાને આપ્યા અભિનંદન, જોઈને તમે પણ કહેશો – વાહ જી વાહ

બોલિવુડ
  • બોલિવૂડ તરફથી સતત ડિપ્રેસ્ડ કરતા સમાચાર સામે આવી રહ્યા હતા એવી સ્થિતિમાં અનુષ્કા શર્માની પ્રેગ્નેંસીના સમાચારથી લોકો ખૂબ ખુશ થયા છે. વિરાટ અને અનુષ્કાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ બે માંથી ત્રણ થવા જઇ રહ્યા છે. ત્યાર પછીથી જ તેમને ચાહકો, બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટ જગત તરફથી ઘણા અભિનંદન મળી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ કપલને ઘણી બધી શુભેચ્છાઓ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, અભિનંદન આપવાની ખૂબ જ મનોહર અને અનોખી રીતનો પ્રયાસ કર્યો છે બોલિવૂડ એક્ટર રણવીર સિંહે.તેણે કંઇપણ બોલ્યા વિના પોતના દિલની વાત વિરાટ-અનુષ્કા સુધી પહોંચાડી છે. જણાવી દઈએ કે રણવીરે વિરાટ અને અનુષ્કાને અલગ-અલગ અભિનંદન આપ્યા છે.

  • રણવીરે આ સ્ટાઇલમાં આપ્યા અભિનંદન

  • જણાવી દઈએ કે રણવીરસિંહે વિરાટના ઇન્સ્ટાગ્રામ પર કમેંટ્સમાં 3 હાર્ટ ઇમોજી બનાવ્યા છે, જ્યારે અનુષ્કા શર્માના ઇન્સ્ટાગ્રામ પર હાર્ટ ઇમોજી સિવાય ઇવલ આઇ ઇમોજી, પ્રેયર હેન્ડ્સ અને હાર્ટ ઇમોજી સાથે અભિનંદન આપ્યા છે. રણવીરની અભિનંદન આપવાની આ રીતને ચાહકોએ ખૂબ પસંદ કરી છે. આ કમેંટ્સથી સ્પષ્ટ થાય છે કે આજે પણ રણવીર અને અનુષ્કા વચ્ચે મિત્રતા યથાવત્ છે અને તે બંને એક બીજા માટે ખુશી અનુભવે છે.

  • નોંધપાત્ર વાત એ છે કે દીપિકના પતિ રણવીર અને વિરાટની પત્ની અનુષ્કા કોઈક સમયમાં રિલેશનશિપમાં હતાં. બંનેએ ‘બેન્ડ બાજા બારાત’ અને ‘લેડિઝ વર્સેજ રિકી બહેલ’માં સાથે કામ કર્યું હતું. તે દિવસોમાં મીડિયામાં બંનેના પ્રેમને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. જોકે, બંનેની રિલેશનશિપ લાંબા સમય સુધી ચાલી શકી નહીં. દીપિકાને મળ્યા પછી જ રણવીરનું ધ્યાન તેની તરફ ખેંચાવા લાગ્યું, જ્યારે અનુષ્કા પણ વિરાટની નજીક જવા લાગી.એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ ખુલાસો કર્યો હતો કે રણવીર તેની સાથે ત્યારે ફ્લર્ટિંગ કરતો હતો જ્યારે તે કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હતો .
  • બંને સ્ટાર્સ તેમના લગ્નજીવનમાં ઘણા ખુશ છે
  • જો કે હવે અનુષ્કા વિરાટની બની ગઈ છે અને રણવીરે દીપિકાને તેની પત્ની બનાવી છે. લોકો સામાન્ય રીતે બ્રેકઅપ પછી એક્સથી અંતર રાખે છે, પરંતુ આ ચારને પરસ્પર કોઈ સમસ્યા નથી. જણાવી દઈએ કે જ્યારે રણવીરે દીપિકા સાથે લગ્ન કર્યા ત્યારે અનુષ્કાએ તેમને અભિનંદન આપ્યા હતા અને કમેંટ કરી હતી – ‘વેલકમ ટૂ ધ ક્લબ’. આ વાતથી સ્પષ્ટ થાય છે કે અનુષ્કા અને રણવીર બંને ખુલ્લા દિલના સ્ટાર્સ છે, જેમના માટે એક્સ હોવાનો કોઈ ફરક નથી પડતો અને તેઓ પ્રેજંટમાં જીવે છે.

  • નોંધપાત્ર વાત એ છે કે વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા ત્યારથી જ ચાહકો અનુષ્કાની પ્રેગ્નેંસી પર સવાલો પૂછતા હતા. તે સમયે અનુષ્કાએ જવાબ આપ્યો કે જ્યારે તેમના જીવનમાં આ ખુશી આવશે, ત્યારે તે તેને છુપાવશે નહીં. આ સાથે જ અનુષ્કાએ આ ખુશખબર શેર કરી છે. વર્ષ 2018 માં દીપિકા અને રણવીરે પણ લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે આ કપલ પણ ખૂબ જલ્દીથી કોઈ સારા સમાચાર આપશે.

Leave a Reply

Your email address will not be published.