અર્જુનથી લઈને રાણા સુધી, આ સ્ટાર્સે ક્યારેય નથી કર્યું રિમેક ફિલ્મોમાં કામ, કોપી કરવાનું પસંદ નથી

બોલિવુડ
 • બોલિવૂડ હોય કે સાઉથ સિનેમા, દર વર્ષે ઘણી બધી ફિલ્મો બને છે અને આજે સમય રિમેકનો આવી ગયો છે. બંને ઈન્ડસ્ટ્રીમાં હિટ ફિલ્મોની રિમેક બને છે અને દર્શકોને આ રીમેક  પસંદ પણ આવે છે. બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો અક્ષય કુમાર, સલમાન ખાન, શાહરૂખ જેવા મોટા સ્ટાર્સ પણ રિમેક ફિલ્મોમાં કામ કરવામાં અચકાતા નથી. તે જ સમયે, સાઉથમાં પણ ઘણી રિમેક ફિલ્મો બને છે અને સ્ટાર્સ તે ફિલ્મોમાં કામ પણ કરે છે. જો કે, સાઉથમાં ઘણા સ્ટાર્સ એવા છે જે ક્યારેય રિમેક ફિલ્મોમાં કામ કરતા નથી અને પોતાની ઓરિજનલ ફિલ્મોથી ધમાલ મચાવે છે. આ સ્ટાર્સ તેમની ઓરિજિન ફિલ્મથી જ જબરદસ્ત કમાણી કરે છે. ચાલો જાણીએ સાઉથના તે સ્ટાર્સ વિશે જેમને રિમેકમાં કામ કરવાનું પસંદ નથી.
 • મહેશ બાબૂ

 • સાઉથ સિનેમાના સૌથી સુંદર સ્ટાર કહેવાતા મહેશ બાબુ તેના લૂક માટે તો પ્રખ્યાત છે જ સાથે તેની જોરદાર એક્ટિંગ માટે પણ પ્રખ્યાત છે. મહેશ બાબૂએ પોતાની કારકિર્દી શરૂ કર્યાના 20 વર્ષ પછી પણ કોઈપણ રિમેક ફિલ્મમાં કામ નથી કર્યું. સુપરસ્ટાર મહેશનું કહેવું છે કે તે રિમેક ફિલ્મમાં કામ કરી શકશે નહીં. મહેશ બાબુએ અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ભારત અને નેનુ, બિજનેસમેન, મહર્ષિ, પોકરી, ખાલેજા જેવી ફિલ્મો શામેલ છે.
 • અલ્લૂ અર્જુન

 • સાઉથની ફિલ્મ્સનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન પણ ફક્ત ‘ઓરિજનલ’ ફિલ્મોમાં જ કામ કરે છે. આ માનવું થોડું મુશ્કેલ હશે, પરંતુ અલ્લુ અર્જુને હજી સુધી કોઈ રીમેક ફિલ્મ કરી નથી. તેણે આજ સુધી એક પણ રિમેકમાં કામ કર્યું નથી અને ઓરિજનલ ફિલ્મથી પોતાની ઓળખ બનાવી છે. જ્યારે તેને ધ્રુવ જેવી ફિલ્મની ઓફર મળી ત્યારે પણ તેણે આ ફિલ્મ સાઇન કરી ન હતી.અલ્લૂ સાઉથના સૌથી મોંઘા સ્ટાર્સમાંથી એક છે. તેમણે આર્ય, સન ઑફ સત્યમૂર્તિ, રુદ્રમાદેવી, પુષ્પા, વેદમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
 • વિજય દેવરકોંડા

 • વિજય દેવરાકોંડાએ પેલી દેવરકોંડા, અર્જુન રેડ્ડી અને ગીતા ગોવિંદમ જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી હતી પરંતુ આજ સુધી તેણે એક પણ રિમેક ફિલ્મમાં કામ કર્યું નથી. ફિલ્મ અર્જુન રેડ્ડીમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેની આ સુપરહિટ ફિલ્મની બોલિવૂડ રિમેક બની હતી કબીર સિંહમાં જેમાં શાહિદે વિજયનું પાત્ર નિભાવ્યું હતું.
 • રાણા દગ્ગુબતી

 • બાહુબલી ફિલ્મના ભલ્લાલદેવ સાઉથમા મોટા સ્ટાર છે અને બોલિવૂડમાં પણ તેણે પોતાની એક્ટિંગની ધમાલ બતાવી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આજ સુધી કોઈ રીમેક ફિલ્મમાં કામ કર્યું નથી. તેઓ ક્યારેય રીમેક ફિલ્મો માટે તૈયાર થતા નથી, પછી ભલે તેને ફિલ્મ મળે કે ના મળે. તાજેતરમાં જ રાણા મિહિકા બજાજ સાથેના લગ્નને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. તેની હિટ ફિલ્મોની વાત કરીએ તો રાણાએ બાહુબલી સિરીઝ, લીડર, ધ ગાઝી એટેક, દમ મારો દમ, કદાન, આરંભમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
 • અખિલ

 • અખિલે તેની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને આ ફિલ્મોએ અખિલને હીટ હીરો બનાવ્યો છે. તેના સારા દેખાવ માટે પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. અખિલ સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર છે, પરંતુ તેણે પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે. તેણે 8 ડિસેમ્બરે ફેશન ડિઝાઇનર શ્રિયા ભૂપલ સાથે સગાઈ કરી હતી જેની ઘણી ચર્ચા થઈ હતી. તેની હિટ ફિલ્મોની વાત કરીએ તો તે અખિલ, મિસ્ટર મજનુ, હેલો જેવી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.