અમેરિકામાં રહેતા પતિએ કોલકતામાં રહેતી પત્ની સાથે માંગ્યા ઓનલાઈન છુટાછેડા, આવી રીતે ચાલી કોર્ટની સુનવણી

Uncategorized
  • અમેરિકામાં રહેતા ભારતીય મૂળ રહેવાસીએ કોલકાતામાં રહેતી તેની પત્ની પાસે છુટાછેડા માંગ્યા હતા. ત્યારપછી આ કેસની સુનવણી માટે ઝૂમ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. ગયા ગુરુવારે આ કેસની સુનાવણી કરવામાં આવી છે અને અમેરિકન કોર્ટે પતિની માંગને નકારી હતી. ખરેખર પતિ અમેરિકાનો નાગરિક ન હતો પરંતુ ગ્રીન કાર્ડ હોલ્ડર છે. તેથી ટેક્સાસ કાઉન્ટી અદાલતે આ બાબતને ભારતની અદાલતની બાબત જણાવીને છુટાછેડાની માંગને નકારી છે.
  • એક વર્ષથી ચાલી રહ્યો છે કેસ

  • પતિએ ગયા વર્ષે કોલકતામાં રહેતી પોતાની પત્ની પાસે છુટાછેડા માંગ્યા હતા અને ટેક્સાસ કાઉન્ટી અદાલતમાં માંગ કરી હતી. ત્યાર પછી ટેક્સાસ કાઉન્ટી અદાલતે પત્નીને ત્રણ વખત ઇમેઇલ મોકલીને અમેરિકા આવવા જણાવ્યું હતું. જેથી કેસની સુનવણી થઈ શકે. જો કે પત્નીના વકીલ ચંદ્રશેખર બાગે ઇમેઇલનો જવાબ આપતા કહ્યું હતું કે જો અમેરિકા જવાનો, ટેક્સાસમાં રહેવાનો અને ત્યાં ખાવ-પીવાનો અને કાનૂની લડાઈ લડવાનો ખર્ચ તેના પતિ ઉઠાવવા તૈયાર છે. તો તે અમેરિકા જવા માટે તૈયાર છે. ત્યારપછી પતિ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. આ દરમિયાન કોરોના વાયરસના કારણોથી લોકડાઉન લાગી ગયું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ થઈ ગઈ.

  • ઝૂમ ટેકનોલોજીથી કરવામાં આવી સુનવણી
  • કોરોના વાયરસના કારણે આ કેસની સુનવણી ઝૂમ ટેકનોલોજી દ્વારા કરવામાં આવી. જુલાઈમાં પત્નીને નોટિસ મોકલવામાં આવી અને 1 સપ્ટેમ્બરના રોજ ઇમેઇલ પર ઝૂમ આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યા. ત્યાર પછી આ કેસની સુનવણી ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ કરવામાં આવી જે રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલી. કોલકતા હાઈકોર્ટના અધિવક્તા ચંદ્રશેખર બાગે પત્નીના પક્ષે જણાવ્યું હતું કે તે મુવક્કિલના પતિ અમેરિકાના નાગરિક નથી. પરંતુ ગ્રીન કાર્ડ હોલ્ડર છે.તેથી તે દેશમાં આ બાબતમાં સુનાવણી થઈ શકે નહિં. આટલું જ નહિ આ બંનેના લગ્ન ભારતમાં થયા છે. સાથે તેને એક પુત્રી પણ છે. તેથી આ કેસ ભારતમાં ચાલવો જોઈએ. પત્નીના વકીલની વાત સાથે સહમત થઈને અમેરિકાની અદાલતે આ કેસને નકારી દીધો. અદાલતે માન્યું કે આ કેસ ભારત સાથે જોડયેલો છે. તેથી તે દેશની અદાલતમાં જ આ બાબત પર સુનવણી થવી જોઈએ. જો પતિ અમેરિકાના નાગરિક હોત તો આ કેસની સુનવણી અમેરિકામાં કરવામાં આવત.

Leave a Reply

Your email address will not be published.