અનુષ્કાએ આ રીતે વિરાટને જણાવી હતી પિતા બનવાની વાત, કેપ્ટન કોહલીનું આવું હતું રિએક્શન

Uncategorized
  • ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માતા-પિતા બનવા જઇ રહ્યા છે. આ સેલિબ્રિટી કપલે ચાહકોને આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. કપલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે 2021 માં તેના ઘરે આગામી વર્ષ જાન્યુઆરીમાં એક નાનો મહેમાન આવવા જઇ રહ્યો છે. ચાહકોને આ માહિતી મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાને અભિનંદન આપનારા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે વિરાટને આ ગુડ ન્યૂઝ વિશે ખબર પડી ત્યારે તેનું રિએક્શન શું હતું?

  • તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, વિરાટ કોહલીએ આ વાતનો ખુલાસો કર્યો છે કે જ્યારે તેમને આ ગુડ ન્યૂઝ વિશે ખબર પડી ત્યારે તેનું રિએક્શન શું હતું. વિરાટે આરસીબીના યુટ્યુબ શો ‘બોલ્ડ ડાયરીઝ’માં તેના આ અહેસાસ વિશે કહ્યું હતું.

  • જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે તમારા ઘરે નવો મહેમાન આવી રહ્યો છે, ત્યારે તમને કેવું લાગે છે? .. આ સવાલનો જવાબ આપતાં કોહલીએ કહ્યું કે તેની ખુશીનો કોઈ પાર નથી. જ્યારે અનુષ્કાએ તેને આ ગુડ ન્યૂઝ આપ્યા ત્યારે તેની ખુશી સાતમા આસમાને હતી. તેમણે કહ્યું, “તે એક અતુલ્ય અનુભવ છે. આપણે કેવું અનુભવીએ છીએ તે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે.

  • જણાવી દઈએ કે વિરાટ કોહલી સાથે યુએઈમાં તેની પત્ની અનુષ્કા શર્મા પણ પહોંચી છે. તાજેતરમાં જ આરસીબીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટ પત્ની અનુષ્કા સાથે કેક કાપતા નજરે પડ્યા હતા. આરસીબી ટીમના ખેલાડીઓએ વિરાટ અને અનુષ્કાના માતા-પિતા બનવાની ખુશીની કેકને કાપીને ઉજવણી કરી હતી. આઈપીએલની 13 મી સીઝનની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. ફાઈનલ 10 નવેમ્બરના રોજ રમવામાં આવશે. કોરોના વાયરસના ફેલાવાને કારણે આ વખતે આઈપીએલ ભારતને બદલે યુએઈમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *