અંકિતા લોખંડેના નિરાશ જીવનમાં સહારો બન્યો આ ખાસ વ્યક્તિ, તસવીર શેર કરીને કહી આ વાત…

બોલિવુડ
  • સુશાંતસિંહ રાજપૂતે 14 જૂન 2020 ના રોજ પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. છેવટે સુશાંતસિંહ રાજપૂતે આટલું મોટું પગલું કેમ લીધું? આ અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. સુશાંતની વિદાયને કારણે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સંપૂર્ણ તૂટી ગઈ છે. એક સમય એવો હતો જ્યારે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા.તમને જણાવી દઇએ કે લોકપ્રિય ટીવી સીરિયલ “પવિત્ર રિશ્તા” થી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે સેટ પર જ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને તેઓએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી.

  • સુશાંત અને અંકિતા લોખંડેની જોડી ટીવી પર બધાની મનપસંદની જોડી માનવામાં આવે છે, પરંતુ તેમનો પ્રેમ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં અને બંને એકબીજાથી અલગ થઈ ગયા. સુશાંત સિંહ રાજપૂતના બ્રેકઅપ પછી અંકિતા લોખંડેના જીવનમાં વિકી જૈને આવ્યો. જે કંઈ પણ હોય,હજી પણ અંકિતા લોખંડે સુશંતના મોતથી ભારે શોકમાં છે. અંકિતા લોખંડે સુશાંતના પરિવાર સાથે સતત સંપર્કમાં રહે છે.તે પોતાની તરફથી સુશાંતને ન્યાય આપવા માટે દરેક શક્ય હોય તેટલા પ્રયત્નો કરી રહી છે.

  • અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં અંકિતા લોખંડે સતત સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ કરતી રહે છે. આ દરમિયાન તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેની લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે. અંકિતા લોખંડેએ પોસ્ટ શેર કરીને હ્રદયસ્પર્શી વાત લખી છે.
  • અંકિતા લોખંડેએ તસવીર શેર કરી જણાવી શ્રેષ્ઠ થેરાપી

  • અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ તસવીરની અંદર તે એક ડોગીની સાથે જોવા મળી રહી છે. જેમ તસવીરમાં જોઇ શકાય છે કે, અંકિતા લોખંડેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. તેના દુઃખી ચહેરાને જોઈને એવું લાગે છે કે સુશાંતના મૃત્યુ પછી તે ઘણા શોકમાં છે.સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતી વખતે અંકિતા લોખંડેએ કેપ્શનમાં એક હ્રદયસ્પર્શી વાત લખી છે. તેમણે લખ્યું છે કે “શ્રેષ્ઠ થેરાપી ફર અને ચાર પગ છે.”
  • સુશાંત પાસેથી તેના ફ્લેટ ની EMI ભરાવવાના  સમાચાર પર અંકિતા લોખંડે તોડ્યું મૌન
  • અભિનેતા સુશાંતના કેસને લઈને ઇડી તપાસ કરી રહીછે. તાજેતરમાં ઇડીએ કહ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ફ્લેટની EMI ભરતો હતો. આ સમાચાર સોશિયલ મીડિયા પર પહોંચતાની સાથે જ તે વધુને વધુ વાયરલ થયા.આ સમાચારને લઈને લોકો વિવિધ પ્રશ્નો કરવા માંડ્યા. અંકિતા લોખંડેએ આ અંગે પોતાના રિએક્શન આપતા સોશિયલ મીડિયા પર તેના બેંક એકાઉન્ટમાંથી કાપવામાં આવતા મહિનાના ઇએમઆઈ અને ફ્લેટ પેપર્સની તસવીરો શેર કરી હતી.તેણે તસવીર શેર કરતી વખતે લખ્યું કે “અહીં હું બધા અટકળોને વિરામ આપું છું.

  • આ મારા ફ્લેટનું રજિસ્ટ્રેશન છે અને 1 જાન્યુઆરી 2019 થી 1 માર્ચ 2020 સુધીના મારા બેંક એકાઉન્ટની સંપૂર્ણ વિગતો. મારા બેંક એકાઉન્ટમાંથી દર મહિને ફ્લેટની EMI કાપવામાં આવે છે. હું તેનાથી વધુ કંઇ કહી શકીશ નહીં. “

Leave a Reply

Your email address will not be published.